Tuesday, December 2, 2014

Nephrotic Syndrome : અનુભવી ની સલાહ

અનુભવી ની સલાહ આ વિષય પર મારા હોસ્પિટલ ના અનુભવ ની વાત કરવી છે. હોસ્પિટલ નું નામ આવે એટલે કોઈ રોગ નું નામ આવે. અને એ બીમારી કોને હતી એ બધું જાણવા ની તત્પરતા રહે. તો નિરાંતે વાત કરવા બેઠો જ છું તો કઉ  કે બીમારી નું નામ નેફ્રોટીક  સિન્ડ્રોમ ( Nephrotic Syndrome ) આ એક કીડની ની બીમારી છે. હવે કીડની નું નામ સાંભળી ને સૌપ્રથમ મને જ ઝટકો લાગ્યો કારણ કે જ્યાર થી સમજણ આવી ત્યારથી એટલી ખબર કે કીડની ના રોગ ત્યારે થાય જયારે દારૂ કે નશીલા પદાર્થ નું સેવન કરતા હોય ( પીતા હોય ) આ ટપોરી ને ક્યારેય કદી કોઈએ દારૂ સુંગાડ્યો પણ નથી ( નસીબ મારા ) અને વ્યસન તો બાપ જિંદગી માં કદી નથી કર્યું ( તમારા સમ ) એક્ઝેક્ટ 10 દિવસ હોસ્પિટલ ની હવા ખાધી.

બન્યું એમ કે શરુઆત માં પગે સોજા આવ્યા હતા લોકલ ડોક્ટર્સ ( ફેમીલી ડોક્ટર્સ ) ને બતાવ્યું તો ટેબ્લેટ્સ આપી ને કહ્યું કે થઇ જશે .( પણ ના થયું કઈ ઠીક ) પછી ખબર પડી કે આ તો કંઈક સીરીઅસ જેવું  લાગે છે. હવે આખા બોડી ના ચેક-અપ કરાવ્યા બાદ રીપોર્ટસ આવ્યા બાદ એક હોસ્પિટલ માંથી બીજી હોસ્પિટલ માં ટ્રાન્સફર થયો ( ગાંધીનગર થી અમદાવાદ ) ફરી થી બધા જ રીપોર્ટસ કઢાવવા જ પડ્યા કારણ કે ગાંધીનગર હોસ્પિટલ ના રીપોર્ટસ માન્ય રાખ્યા નહિ. ( જેટલી તકલીફ બીમારીની જાણ થી ના થઇ એના કરતા 10 ગણી વધારે તો હું બે - બે વખત બોડી નું ચેક અપ  કરાવીને લેવાઈ ગયો )

પણ લાસ્ટ માં ટ્રીટમેન્ટ શરુ થઇ ગઈ અને હાલ બેટર છું દવાઓ ચાલુ જ છે. પણ મજા નો અનુભવ એ  વાત નો રહ્યો કે જયારે સગા સબંધીઓ ખબર લેવા આવે. કેટલાક સવાલ એકદમ કોમન જ હોય જેમ કે

  • હવે કેવું છે?? ,
  •  હમણા સુધી તો એકદમ સાજો સમ જ હતો ને આ અચનક જ ..... ?? 
  •  શું કહ્યું ડોકટરે ...??
     ત્યારબાદ એકદમ જ એ પોતાની વાત પર આવી જાય ઉ.દા તરીકે ,, 
  • અમારે તો વહેલું જ આવવું હતું પણ હમણા જ ખબર પડી એટલે થોડું...,,  
  • આવું જ અમારા ફલાણા , ઢીંકણા એમને પ્રોબ્લેમ હતો,,,
  •  હિંમત રાખવાની ,,
  • ભગવાન કરે એ સારા માટે ....,, ભગવાન પર ભરોસો રાખવાનો  ....
    ત્યારબાદ ઓળખાણ કાઢે દવાખાના માં કોઈ હોય એની.
  •  અહી તો અમારા એક ઓળખીતા પટાવાળા છે.. અરે પેલા પટેલ સાહેબ આ જ વિભાગ માં છે ને ... અને છેવટે કઈ મેળ ના પડે તો કેટલાક તો સામે થી ડોક્ટર પાસે જઈને ઓળખાણ નીકાળે 
  • અમે અહી થી બીલોંગ કરીએ છીએ તમે ક્યાં ના છો???
    વળી કેટલાક સગાઓ ના આવા વાક્ય સાંભળી ને મેં ખુબ જ મજા લીધી ( ફીમેલ વધારે ) 
  • હાય હાય , બિચારા ને કશું  જ વ્યસન નહતું અને કેટલો સીધો છોકરો હતો." પણ મારી વહાલી આંટી હું હજી પણ જીવું જ છું. છોડો આ બધી વાતો કરવા બેસીશ તો વધારે થઇ જશે.
  • અને લાસ્ટ માં જયારે પૈસા આપે ત્યારે પાછળ થી અવાજ આવે "ના ના આટલા બધા ના હોય."
આ બધી તો મજાક થઇ પણ ખરેખર જોવા જઈએ તો જેટલી મદદ અને જેટલો સાથ પરિવાર તરફ થી મળ્યો એ જોઇને લાગે કે હોસ્પિટલ માં એડમીટ જ નથી થયો જેટલો હુંફ અને પ્રેમ મળ્યો એ પરથી કઈક અલગ આનંદ થયો. 10 દીવસ દરમિયાન ભાઈઓ જીતું, કુશલ, મહેન્દ્ર આ અતિ વહાલા ભાઈ ઓ ( બધા ની ઉંમર લગભગ સરખી જ છે, મારા થી 3 વર્ષ મોટા ) એ મારી કાળજી માટે કઈ જ કસર નથી રાખી, માતા - પિતા તો સરુઆત થી અંત સુધી હોય જ એમના વિષે તો શબ્દો માં લખી જ ના શકું ને, આ અહેસાસ એટલા માટે થયો કે ઓફીસ નું વાતાવરણ અને 24 કલાક પરિવાર સાથે ની વાતો અને મસ્તી મજાક એકદમ અલગ હતા. સાચે જ યાર કેહવા નું  મન થાય છે કે જો આવો પરિવાર હોય તો એકાદ મહિનો હોસ્પિટલ માં પડી રેહવા માં ખુબ જ મજા આવી જાય. જો હું બીમાર ના થયો હોત તો મારા નસીબ માં આ પ્રેમ ક્યારે હતો?? થેંક યુ ગોડ.

ચિહ્નો અને લક્ષણો ( Signs and symptoms ) :
સારવાર ( Treatments ) 
  • એલ્બ્યુંમીન ઇન્જેક્શન 
  • થોડી ટેબ્લેટ્સ ( 1 મહિનો )
રીપોર્ટસ 
  • બ્લડ અને યુરીન ના રીપોર્ટસ 
  • સોનોગ્રાફી 
  • કાર્ડીઓગ્રામ 
  • ક્ષ કિરણ ( X-rays )
  • બાયોપ્સી 
કાળજી રાખવા ની બાબત : 
  • મીઠું ઓછું જમવામાં 
  • કઠોળ વધુ માં વધુ જમવામાં જેનાથી પ્રોટીન મળી રહે છે
  • ઈંડા માં સૌથી વધારે પ્રોટીન હોય છે ( પણ મમ્મી એ ચોખ્ખી ના પાડી દીધી, ખબરદાર વાડી ધમકી આપી દીધી )
લબૂક -
"હા બીમાર હતો ફક્ત શરીર થી. મજબૂત હતો મારા વિચારો થી
જેમ જરૂર ના હોય તેજ ની સૂર્ય ને એમ યુવાન ને પણ નથી જરૂર હિંમતની"

- વધારે થઇ ગયું (સોલી શક્તિમાન)