Friday, March 27, 2015

હોળી - 2015

                ઘણા લાંબા સમય પછી હું આટલો ખુશ હતો. ગઈ હોળી ની જેમ જ આ વખતે પણ મામા ને ઘરે જ હતો. ઓહ હું તો ભૂલી જ ગયો કે હોળી તો ગઈ અને દિવસો વીતી ગયા પણ એ દિવસ નું વર્ણન કરતા હું પોતાને રોકી નથી સકતો. કદાચ તમને આ પોસ્ટ વાંચવી ના ગમે કારણ કે મારા કરતા પણ તમારો હોળી નો ઉત્સવ સારો ગયો હશે. ધૂળેટી ઉજવી હશે. મેં ધૂળેટી નહોતી ઉજવી. પણ મામા-મામી, દાદા દાદી સાથે ચાર દિવસ વિતાવ્યા. તો મજા પડી ગઈ કેમ કે આટલા સમય માટે પોતાને ગમતી જગ્યાએ રેહવાની મજા જ કઈક અલગ હોય છે. અને કુશલ અને ચિરાગ જેવી કંપની હોય તો મજા કેમ ના આવે?

આમ તો બાઈક ને સર્વિસ કરવા માટે ગયો હતો પણ સર્વિસ બૂક ઘરે ભૂલી ગયો હોવાથી મામા ના ઘરે પ્રયાણ કરવામાં આવ્યું હતું. જેની કામદાર, નામદાર અને સમજદાર વર્ગે નોંધ લેવી. હોળી ના આગળ ના દિવસે પહોંચી જવાનું આ જ એકમાત્ર બહાનું હતું. એ દિવસે સાંજે થોડો ટાઈમપાસ કર્યો. પરિવાર સાથે બેસી ને લેપટોપ માં કુશલ ના મેરેજ ની મુવી જોઈ. સાંજે હોળી ના દર્શન કરવા ગયા અને રાત્રે અધુરી DVD જોઈ નાખી.

બીજા દિવસે ધૂળેટી હતી એટલે દુકાન બંધ રાખી હતી. તો પણ ધૂળેટી ના રંગ માં રંગાયા ન હતા. વર્લ્ડ કપ ચાલુ છે તો ઇન્ડિયા ને જીતતા અમારી આંખે જોઈ. અમે પણ ક્રિકેટ રમ્યા ( એમાં મેં ચાર ચોક્કા માર્યા હતા ).

રોજિંદા કામ માંથી થોડો આરામ લેવા માટે ૫, ૬, ૭, ૮, તારીખે ઓફીસ માંથી રજા લેવામાં આવી હતી. રવિવારે સાંજે ઘરે આવી ગયો. બસ એટલુ જ કહેવું છે કે હોળી - ૨૦૧૪ ની પોસ્ટ વાંચો.

એકંદરે હોળી સારી રહી.

 કુશલ , હું , ચિરાગ



લબૂક:-
"મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે "