હેલ્લો ફ્રોમ રાહુલ અને એની આજની વાણી....
યાર મને પણ હાઈ-હેલ્લો કહી દો કોઈક દિવસ સમય નિકાળીને. હવે અહીં પગ પ્રદર્ષિત કરવાનો સમય નથી મળતો, આજે થોડો ઘણો નવરો હતો એટલે થયું કે ચલો બ્લોગ પર પણ એકાદ આંટો મારી આવું.
.
આજે તારીખ કઈ છે? (કેલેન્ડર માં જોઈ લો)
.
આજે તિથિ કઈ છે? (કેલેન્ડર માં નઈ બતાવે)
.
અરે આ બ્લોગ નું મથાળું જોઈને થોડો અંદાઝ તો જોર થી મારી જ લીધો હશે કે કેવી વાતો થશે. ચલો તો મુદ્દાસર પોસ્ટ ની શરૂઆત કરું. બોલો જય શ્રીકૃષ્ણ.
યાર મને પણ હાઈ-હેલ્લો કહી દો કોઈક દિવસ સમય નિકાળીને. હવે અહીં પગ પ્રદર્ષિત કરવાનો સમય નથી મળતો, આજે થોડો ઘણો નવરો હતો એટલે થયું કે ચલો બ્લોગ પર પણ એકાદ આંટો મારી આવું.
.
આજે તારીખ કઈ છે? (કેલેન્ડર માં જોઈ લો)
.
આજે તિથિ કઈ છે? (કેલેન્ડર માં નઈ બતાવે)
.
અરે આ બ્લોગ નું મથાળું જોઈને થોડો અંદાઝ તો જોર થી મારી જ લીધો હશે કે કેવી વાતો થશે. ચલો તો મુદ્દાસર પોસ્ટ ની શરૂઆત કરું. બોલો જય શ્રીકૃષ્ણ.
આજે માગસર સુદ એકાદશી એટલે કે એક મહાન ગ્રંથ ની જયંતી ઉજવાય છે. આ મહાભારત નો જ એક ભાગ છે. જેમાં પ્રત્યેક વિચાર ભગવાને સ્વમુખે કહેલા છે અને એ એટલે "શ્રીમદ્ ભગવદગીતા"
આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા કુરુક્ષેત્ર નાં રણ મેદાન માં જયારે અર્જુન " सीदन्ति मम गात्राणि " કહીને જયારે હતાશ થઈને બેસી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને આશ્વાસન આપીને હાથમાં ગાંડીવ પકડાવે છે એ પણ ફક્ત અને ફક્ત ધર્મ ની રક્ષા કરવા અને અધર્મ નો નાશ કરવા માટે. પણ આજના સમય માં છે કોઈ એવા અર્જુન જેવું? જવાબ છે "હા".
એ બધા જ વ્યક્તિ અને યુવાન-યુવતી જે પોતાના ધ્યેય માટે કટીબદ્ધ છે તે બધા માં અર્જુન વૃત્તિ છે તેમ જ કહી સકાય. પણ એ ઘ્યેય સાચા માર્ગ તરફ નો હોવો એટલો જ જરૂરી છે. પણ જે કહેવાય છે કે મનુષ્ય જીવન છે અને જો હું સતત કામ માટે પ્રયત્ન કરું છું તો તકલીફ તો ડગલે અને પગલે આવશે જ. અને અહીં "જો બકા, તકલીફ તો રહેવાની જ" કહી ને આપણે આ સ્વીકારી પણ લીધું છે. પણ પરિસ્થિતિ સામે જો અર્જુન જેવો યોદ્ધો પણ હતાશ થઇ જાય તો કળિયુગ માં કોઈ માયકાલાલ એવો નથી કે જે સંપૂર્ણ છે અને જેને પ્રેરણા ની જરૂર ના હોય. ત્યારે ભગવાન ગીતા માં કહે છે કે "ममैवांशो जीवलोके" , "બેટા તું મારો અંશ છે". આવા ખુદ ભગવાન યોગેશ્વર (કુરુક્ષેત્ર મેદાન માં અર્જુન ને બતાવેલું રૂપ) ના આશ્વાશન પછી ફક્ત અર્જુન જ નહિ આજનો પ્રત્યેક વ્યક્તિ ગાંડીવ ઉપાડવા તૈયાર થઇ જાય. પણ આ બધું સાંભળવું જ કોને છે? હા હા, હી હી કરવામાંથી આવું વિચારવાનો સમય જ નથી ને(સોરી, તમને કંઈ નથી કહેતો હું, ખોટું નાં લગાડતા) અને એક વાત તો જેમ સૂત્ર બનાવી લીધું હોય.
----> માવો ખાવાથી માન વધે, પાન ખાવાથી પ્રેમ વધે, તમાકુ ખાવાથી તંદુરસ્તી વધે.... પણ હવે એમને કોણ સમજાવે કે આ બધું ખાવાથી તારા બાપાનું કંઈ ના વધે.
અને આજે "ગીતા જયંતી" નો ઉત્સવ હજારો સ્થળે લાખો વ્યક્તિ મળીને એક અલગ અંદાઝ માં ઉજવે છે. જેનાથી ભગવાન ને આલિંગન આપવાનું મન થાય. અને હકીકત માં આજનો યુવાન કેવો?
"નાટક સિનેમા માં નાચતો ને કૂદતો,
પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો"
પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો"
પણ ગીતા ના નિચોડ માંથી સમજીએ તો સમજાય કે કેવા કર્મ કરવા જેનાથી ભગવાન પણ યુવાન ને આલિંગન આપે.
"થાય નાટક તારા પર નિર્માણ,
એવું જીવન તું જિવજે યુવાન"
એવું જીવન તું જિવજે યુવાન"
પણ જે યુવાન કર્મ ને પ્રાધાન્ય જ નથી આપતો અને કે જયારે નસીબ ના જોરે બેસી રહીને સમય વેડફે છે. ત્યારે યાદ આવે કે
"તકદીર નો ભરોસો ના તું તકદીર બની જા,
રડતો ના ઉભો થા કામે લાગી જા"
રડતો ના ઉભો થા કામે લાગી જા"
I strongly believe in karma, do you?
સાથે "ગીતા અન્વય, યોગ સમન્વય",
ગીતા તો છે જ યોગ નો સમન્વય, સાંખ્ય યોગ, વિષાદ યોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ ની સાથે સાથે કર્મયોગ પણ ભગવાને સમજાવ્યો છે.
ગીતા તો છે જ યોગ નો સમન્વય, સાંખ્ય યોગ, વિષાદ યોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ ની સાથે સાથે કર્મયોગ પણ ભગવાને સમજાવ્યો છે.
"કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે" અને ગીતા ફક્ત વાંચવા માત્ર થી જ જીવન બદલાઈ જાય. આવા જીવન ગ્રંથ ની નોંધ પ્રત્યેક અખબાર માં આજે લેવાઈ છે, પણ આપણે તો એ જ વાંચીશું કે લેટેસ્ટ ફિલ્મ એ કેટલી કમાણી કરી?
અરે ગીતા વિષે જેટલી વાત કરીએ એટલી ઓછી. જય શ્રી કૃષ્ણ :)
લબૂક :-
"જ્ઞાન સભર સરિતા ગીતા,
કર્મયોગી કવિતા ગીતા,
માં ગીતા ની સંગે,
જીત મળે જીવનજંગે,
પુષ્પ તણી મૃદુતા છે ગીતા,
ખડગ તણી છે ધાર ગીતા"
કર્મયોગી કવિતા ગીતા,
માં ગીતા ની સંગે,
જીત મળે જીવનજંગે,
પુષ્પ તણી મૃદુતા છે ગીતા,
ખડગ તણી છે ધાર ગીતા"