Showing posts with label blog. Show all posts
Showing posts with label blog. Show all posts

Thursday, October 1, 2015

હું કપિલ શર્મા નો પંખો

મિત્રો કેમ છો?  હોપુ (Hope) કે તમે મજામાં જ હસો, અને નાં પણ હોવ તો મારે શું? ટાઈટલ વાંચી ને ઘણા ને વાંચવાનું મન નહી થાય અને અમુક ફક્ત મારા માટે વાંચતા હશે. હમણાં જ રીસેન્ટલી "કિસ કિસ કો પ્યાર કરૂં" મુવી જોયું. સૌપ્રથમ જે  કોઈ પણ રીવ્યુ માટે વાંચતા હોય એ મિત્રો ને "જય ભારત સાથે જણાવવાનું કે" મને એ બધું ના ફાવે.

હું મારા મિત્રો સાગર, ભાવેશ અને વીરુ સાથે ગયો હતો. પ્લાન્નીંગ તો મારા અને વીરુ બંને નું જ હતું પણ થીએટર માં જઈને ભાવેશ અને સાગર ભટકાયા. એમને ટીકીટ્સ લીધેલી હતી પહેલા થી જ પણ જોગાનુંજોગ અમારી અને એ બંને ની શીટ્સ સાથે જ હતી. શનિવાર નો દિવસ હતો (શુક્રવાર પછી) એટલે થીએટર ભરેલું હતું. અને સવારના શો માં ગયા હતા તો 50 રૂપિયા ની ફૂડ કુપન ફ્રી હતી એટલે સીધો જ 200RS નો ફાયદો.

વરુણ કુમાર(પેલો ફૂકરે વાળો) અને કપિલ શર્મા મળી ને જે પેટ દુખાડ્યું છે મજા પડી ગઈ. કપિલ ની ચાર પત્ની છે (અને હું હજી સિંગલ છું) એમાંથી એક એની ગર્લફ્રેન્ડ છે એલી અવરમ, મસ્ત દેખાય છે. છેલ્લે બાહુબલી માં તમન્ના ગમી હતી હવે એલી એ જગ્યા પડાવી લીધી (મારા મનમાં). આમ તો બધી જ એક્ટ્રેસ મસ્ત જ છે અને હા બીજી એક વાત એમાં જોહની લીવર ની બેટી છે. પેલી કામવાળી બાઈ, અરે ગજ્જબ ની એક્ટિંગ છે એની અને એના માટે અબ્બાસ મસ્તાન (બંને એ) નંબરીયામાં જ જોહની ભાઈ ને સ્પેસીઅલ થેંક્યું કહી દીધું છે. અને અરબાજ ભાઈ ને મારા તરફ થી ધન્યવાદ પાઠવું છું.

અખા થીએટર માં જેમ સાગર એકલો જ હોય એ રીતે કુદી કુદી ને બુમો, સીટી અને તાળીઓ પાડતો હતો.
સમંદર વાળું સોંગ પણ મસ્ત છે, શ્રેયા એ ગાયેલું છે.

એકસન કે સસ્પેન્સ જેવું કઈ જ નથી, ફક્ત અને ફક્ત કોમેડી છે. લોકો એ ખુબ વખાણ કર્યા આ ફિલ્મ ના અને બીજું કે Tanu weds Manu returns ના ઓપનીંગ કમાણી કરતા વધારે કમાનારી ફિલ્મ છે. છેલ્લે જે ઈમોસનલ સીન છે એનાથી કપિલ ની એક્ટિંગ પરખાઈ આવે.

કોમેડી સર્કસ થી લઈને કોમેડી નાઈટ સુધી બધા જ એપિસોડ જોઈ નાખ્યા છે એટલે મારા થી મોટો એનો કોઈ જ ફેન નઈ હોય એવું તો નઈ કઉ પણ મને પસંદ છે બોસ્સ.
અંતે Singh Is Blingh જોવાનું નક્કી કરીને સીધા જ ઘરે.

લબૂક :-
ફિલ્મમાં બે જ વાત નહતી જેને કારણે લોકો એ નહિ જોઈ હોય.....

1. નવજોત સિદ્ધુ
2. કીસ્સિંગ સીન

ફિલ્મ માં બે જ વાત હતી જેને કારણે આ ફિલ્મ આશા કરતા વધારે કમાઈ....

1. કપિલ
2. કપિલ

.
.

Friday, August 28, 2015

ફર્ક તો પડતા હૈ - બધા જ પોતાની રીતે સાચા હોય છે


"ફર્ક તો પડતા હૈ" તત્કાલીન ધોરણે બનાવવામાં આવેલું શીર્ષક. કેમ, સાચી વાત ને? અરે હા, વાત તો  કરી જ નઈ કે કઈ વાત માં ફર્ક પડે? ઓકે તો જણાવી દઉં કે શું વાત છે. માની લો કે ગુજરાત માં કોઈ એક જ્ઞાતિ  માંગણી કરે છે અને એના માટે પોતાની રીતે મેદાને ચડી જાય સરકાર સામે અને એ પણ એક અલગ જ રસ્તો અપનાવે "આંદોલન" નો કે જે એમણે બધી જ કોશિશ કર્યા પછી અંતે અપનાવવો જોઈતો હતો (As i think).

હવે તમે સમજી ગયા હસો કે હું કઈ વાત કરી રહ્યો છું. (એમ તો તમે સમજદાર જ છો) આમાં બીજા ઘણા લોકો (OBC, SC, ST) કે પછી ખુદ જનરલ કેટેગરી વાળા પણ એમ વિચારતા હતા કે જે કઈ પણ કર્યું તે ખોટું કર્યું. હા તો છેલા 13 વર્ષ થી જેનું નામ સુધ્ધા પણ ગુજરાત માં નહતું લેવાયું એવો શબ્દ "Curfew" આપણને સાંભળવા મળ્યું (All credit goes to Andolan???) 

25 ઓગસ્ટ 2015 ના રોજ ફક્ત 12 કલાક માં જ 18 લાખ માણસો, લાઠીચાર્જ, ધરપકડ, હુમલો, પથ્થરમારો, ભય અને શાંતિ, નુકશાન અને લાભ, છેવટે અમુક જગ્યા પર લોકો ને અમુક સમય માટે ઘર માંથી બહાર ના નીકળવાનો આદેશ. અને આવા સમય માં જે એમ કહે કે અમને શું ફર્ક પડવાનો? "ફર્ક તો પડતા હૈ"

હવે જાણકાર, સમજદાર, નામદાર અને અનુભવી લોકોએ પોતાની રીતે બધું જ વિચારી લીધું, અલગ અલગ રીતે માપીએ તો માથાદીઠ 20 GB જેટલું વિચાર્યું જ હશે. અને એમાંથી 90% કોમન વિચારો. એ પણ સચોટ ઉદાહરણ સાથે :P (જેમ કે રાજકારણ હોઈ  શકે)

પણ .... પણ ... પણ ફક્ત વિચાર્યું જ, અને બધા ને લાગે છે કે આમ હોવું જોઈએ અને આમ ના હોવું જોઈએ?? (બધા માં હું અને તમે પણ સામેલ જ છીએ)

વાત તો ત્યાં સુધી મળી કે 10 હજાર કરોડ રૂપિયા સુધી નું નુકશાન ગુજરાત ને થયું (વ્યવસાય, નોકરી-ધંધા, દુકાન, ઓફીસ 3 દિવસ સુધી બંધ રહેવાના કારણે) તો આપણને કઈ ફર્ક ન પડ્યો? "ફર્ક તો પડતા હૈ" 

પણ .... પણ ... પણ આપણે કંઈ કેમ ના કરી શક્યા? અને આપણે શું કરી શકીએ હવે થી? 
પણ .... પણ ... પણ આવું વિચારે કોણ? બોલવું તો એટલું જ છે કે અમને શું ફર્ક પડવાનો છે? તો ફરીથી એક જ વાત સામે આવે "ફર્ક તો પડતા હૈ"


જે બધી વાતો છે તે બધી તમારી અને મારી સામે જ છે. હવે એટલું તો વિચારીએ કે આવા સમયે મારે શું કરવાનું? કઈ નથી ધ્યાન માં આવતું? તો હવે વિચાર પણ મારે સજેસ્ટ કરવાનો તમને? એક કહેવત છે ને ગુજરાતી માં "સારું ના કરી શકીએ તો ખરાબ તો ના જ કરીએ" એટલે કહેવાનો અર્થ એટલો જ કે  અફવાહ ફેલાવવામાં કે પછી તોફાનમાં આપણે ભાગીદાર ના થઈએ એટલું સારું અને સરકાર કે પોલીસ ને  સહકાર આપીએ એટલું તો કરી જ શકીએ ને? હું તો આટલું જ વિચારી શકીશ (નાનો છું ને હજી એટલે).
તમે કંઈ વધારે વિચારતા હોય તો કમેન્ટ્સ આવકાર્ય છે.

"બધા જ પોતાની રીતે સાચા હોય છે"

લબૂક : - 

"જબતક તોડેંગે નહિ તબતક છોડેંગે નહિ,
 આવું કહેવાવાળા બધા માન્જી નથી હોતા"

નોંધ :- આ પોસ્ટ થી કોઈ પણ વ્યક્તિ કે સમુદાય ની લાગણી દુભાવવાનો ઈરાદો નથી, મહેરબાની કરીને કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.

Thursday, January 30, 2014

થોડું મારા બ્લોગ વિષે.

ભાઈઓ અને ભાઈઓ ની બહેનો હું અત્યાર થી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું તો હું એવી આશા રાખું કે મારો બ્લોગ તમને ગમે.... અહીં હું તમને કંટાળો આવે એવું કઈ નથી પ્રકાશવાનો (એટલે કે લખવાનો) :-)  પણ હા જેવા જેના ના વિચારો ....

અને હા અહીં દેશ દુનિયા માં જે મજા કરાવે એવું હોય અને જેની ચર્ચા વધારે થતી હોય એની આપણે ચર્ચા કરશું...
દરરોજ નહિ તો પણ અઠવાડિયા માં એકાદ વખત ફેરો લઇ જઈશ... અને સમાચાર આપીશ.....

હું સમાચાર ની જાહેરાત નથી કરતો હો... પણ હા હવે ગુજરાતી માં પેલું આપણું  times of india (મારું નહિ તમારું) નું છોકરું ગુજરાતી માં પાપાપગલી  ભરે છે.. જેનું નામ નવગુજરાત સમય છે... જોઈએ કે એનું career  કેટલું ચાલે છે. ચાલશે જ યાર. ;)

માફ કરજો હો... લાગે છે અત્યાર થી જ કંટાળો આવવાનું  શરૂ થઇ ગયો..
પણ શું કરું.... પહેલી જ પોસ્ટ છે ને આપણી.. તો પેટ માં ગલીપચી થાય છે.
તો અત્યારે આટલું જ રાખી એ અને પછી ... તમને પણ ગલીપચી થાય એવી બે ચાર વાતો મુકીશુ ....