Showing posts with label iamrahulprajapati. Show all posts
Showing posts with label iamrahulprajapati. Show all posts

Friday, June 12, 2015

મારી પાસે જાદુઈ લાકડી નથી

હેલ્લો સૌપ્રથમ તો વધારે લેટ કમવા(come) બદલ માફી માંગુ છું (શેની માફી? મારો બ્લોગ છે હું ગમે ત્યારે કમુ) ઓકે તો "મારી પાસે જાદુઈ લાકડી નથી" આ મારા પિતાશ્રી નું વાક્ય છે. ઉભા રહો થોડી રાહ જુવો બધું સમજાવું છું. જ્ઞાન આપવા જ આવ્યો છું. (જે સમજો તે)

એટલે કહેવાનો મતલબ એમ કે મારા પપ્પા એક શિક્ષક છે તો એમને વાલી આવી ને સલાહ સુચન કરે એમના લાડકા/લાડકી વિષે. મારા બાબા ને સારું ભણાવજો એને આ ફલાણું, ઢીંકણું, સીખવાડજો, એને વર્ષ ના અંત સુધી માં આટલું તો આવડવું જ જોઈએ. મારા પપ્પા થી એ સમયે તો  હા એ હા જ કરવું પડે. પણ પછી એમનું આ વાક્ય હોય "મારી પાસે તો જાદુઈ લાકડી છે? તો હું આમ ફેરવી દઈસ તો આવડી જશે?"

ઘણી વખત આપણી સાથે આવું થાય છે કે આપણા "Well Wishers" (સબંધી અને મિત્રો) એવું કામ સોંપી દે જે આપણે ના કરી સકતા હોય, અને એમને એવું લાગે કે આ કામ તો આપણા થી ચપટી વગાડતા થઇ જશે.

લાઈવ ઉદાહરણ વિરાટ કોહલી ને જ જોઈ શકીએ, અરે યાર વિરાટ કોહલી નું નામ આવતા જ અનુષ્કા શર્મા ને કેમ યાદ કરો છો? હું એમ કહી રહ્યો છું કે એને ટેસ્ટ કેપ્ટન્સી આપી દીધી (કે પછી થોપી બેસાડી) એની પાસે થી બધા જ ક્રિકેટ પ્રેમીઓ મસમોટી આશા રાખી ને બેઠા છે. અને જો એવું નાં પણ હોય તો એવી વાતો કરનારા છે જયારે ટેસ્ટ માં ભારત કદાચ હારી જાય (એક ક્રિકેટ પ્રેમી તરીકે હું નથી ઈચ્છતો કે આવું બને ) તો એ બધા પાછળ જવાબદાર ફક્ત વિરાટ કોહલી જ છે, આવું સાંભળીએ તો નવાઈ નહિ. અરે યાર એક કેપ્ટન તરીકે એની પાસે પહેલા થી જ ઘણી જવાબદારી છે. (બેટિંગ લાઈનઅપ, બોલીંગ એટેક, પ્લેઇંગ ઈલેવન, અને પોતાનું ફોર્મ) તો આ સાથે સાથે કદાચ એ જીત ન પણ અપાવી સકે તો એને જવાબદાર ગણવો એ મુર્ખામી ભર્યું છે.

જે લોકો સાંજે 8.00 વાગ્યા પછી ઘરની બહાર પણ નીકળતા નથી એ લોકો ટેસ્ટ કેમ હાર્યા અને કોને કારણે હાર્યા એની એવી વાતો કરશે જેમ એમણે તો phd કરી હોય. મૂળ વાત એ છે કે આવી પરિસ્થિતિ આપણા પોતાના પર થોપી દેવામાં આવે જબરદસ્તી થી અને જયારે એ કામ સફળતાપૂર્વક પતિ જાય તો વાહ વાહી મળે ના મળે એ વાત પછી આવે, પણ અગર જો આપણે એ કામ ના કરી શક્યા તો જાણે કે આ પૃથ્વી પર એમનું એ કામ કરવા માટે જ જન્મ લીધો હોય એ રીતે અનુભવતા હોઈએ છીએ (બધા ની વાત નથી કરતો)

"Do or die, there is no try" "જો ભાઈ આટલું કામ કરી દે, કરવું જ પડશે, તારા થી તો થઇ જ જાય યાર, તું તો માસ્ટર છે" આવા વાક્યો બોલે ત્યારે ખરેખર થઇ જાય કે માખણ એકદમ સસ્તું થઇ ગયું છે. આ વાતો કામ આપે ત્યારે થાય , અને જો ના થાય તો એમાં આપણે અસફળ રહીએ ત્યારે ..... કદાચ તમને અનુભવ હશે કે કેવા વાકબાણ નીકળતા હોય! મફત ની સિગારેટ્સ ફૂંકનારા આપણને સમજાવે કે કઈ રીતે કામ થાય.

તો આવી પરિસ્થિતિ માં શું કરી શકીએ એ આપણે જાતે જ વિચારી લઈએ? (બધુ મારે જ સમજાવાનું??) તો મળીએ આવતી પોસ્ટ માં આ જ બ્લોગ પર, ત્યાં સુધી Well Wishers નું કામ પતાવતા રહો. 

આ પોસ્ટ નું જમા પાસું :- આ બધા મારા જ વિચાર છે અને અનુભવ થી લખેલું છે.
અને નબળું પાસું :- આ બધા મારા જ વિચાર છે અને મને વિચારતા નથી આવડતું.


લબૂક :- 
"જો બકા થશે એટલું કરીશ, 
ખોટા વચન માં બંધાવાનું આપણને નહિ ફાવે"




Tuesday, December 2, 2014

Nephrotic Syndrome : અનુભવી ની સલાહ

અનુભવી ની સલાહ આ વિષય પર મારા હોસ્પિટલ ના અનુભવ ની વાત કરવી છે. હોસ્પિટલ નું નામ આવે એટલે કોઈ રોગ નું નામ આવે. અને એ બીમારી કોને હતી એ બધું જાણવા ની તત્પરતા રહે. તો નિરાંતે વાત કરવા બેઠો જ છું તો કઉ  કે બીમારી નું નામ નેફ્રોટીક  સિન્ડ્રોમ ( Nephrotic Syndrome ) આ એક કીડની ની બીમારી છે. હવે કીડની નું નામ સાંભળી ને સૌપ્રથમ મને જ ઝટકો લાગ્યો કારણ કે જ્યાર થી સમજણ આવી ત્યારથી એટલી ખબર કે કીડની ના રોગ ત્યારે થાય જયારે દારૂ કે નશીલા પદાર્થ નું સેવન કરતા હોય ( પીતા હોય ) આ ટપોરી ને ક્યારેય કદી કોઈએ દારૂ સુંગાડ્યો પણ નથી ( નસીબ મારા ) અને વ્યસન તો બાપ જિંદગી માં કદી નથી કર્યું ( તમારા સમ ) એક્ઝેક્ટ 10 દિવસ હોસ્પિટલ ની હવા ખાધી.

બન્યું એમ કે શરુઆત માં પગે સોજા આવ્યા હતા લોકલ ડોક્ટર્સ ( ફેમીલી ડોક્ટર્સ ) ને બતાવ્યું તો ટેબ્લેટ્સ આપી ને કહ્યું કે થઇ જશે .( પણ ના થયું કઈ ઠીક ) પછી ખબર પડી કે આ તો કંઈક સીરીઅસ જેવું  લાગે છે. હવે આખા બોડી ના ચેક-અપ કરાવ્યા બાદ રીપોર્ટસ આવ્યા બાદ એક હોસ્પિટલ માંથી બીજી હોસ્પિટલ માં ટ્રાન્સફર થયો ( ગાંધીનગર થી અમદાવાદ ) ફરી થી બધા જ રીપોર્ટસ કઢાવવા જ પડ્યા કારણ કે ગાંધીનગર હોસ્પિટલ ના રીપોર્ટસ માન્ય રાખ્યા નહિ. ( જેટલી તકલીફ બીમારીની જાણ થી ના થઇ એના કરતા 10 ગણી વધારે તો હું બે - બે વખત બોડી નું ચેક અપ  કરાવીને લેવાઈ ગયો )

પણ લાસ્ટ માં ટ્રીટમેન્ટ શરુ થઇ ગઈ અને હાલ બેટર છું દવાઓ ચાલુ જ છે. પણ મજા નો અનુભવ એ  વાત નો રહ્યો કે જયારે સગા સબંધીઓ ખબર લેવા આવે. કેટલાક સવાલ એકદમ કોમન જ હોય જેમ કે

  • હવે કેવું છે?? ,
  •  હમણા સુધી તો એકદમ સાજો સમ જ હતો ને આ અચનક જ ..... ?? 
  •  શું કહ્યું ડોકટરે ...??
     ત્યારબાદ એકદમ જ એ પોતાની વાત પર આવી જાય ઉ.દા તરીકે ,, 
  • અમારે તો વહેલું જ આવવું હતું પણ હમણા જ ખબર પડી એટલે થોડું...,,  
  • આવું જ અમારા ફલાણા , ઢીંકણા એમને પ્રોબ્લેમ હતો,,,
  •  હિંમત રાખવાની ,,
  • ભગવાન કરે એ સારા માટે ....,, ભગવાન પર ભરોસો રાખવાનો  ....
    ત્યારબાદ ઓળખાણ કાઢે દવાખાના માં કોઈ હોય એની.
  •  અહી તો અમારા એક ઓળખીતા પટાવાળા છે.. અરે પેલા પટેલ સાહેબ આ જ વિભાગ માં છે ને ... અને છેવટે કઈ મેળ ના પડે તો કેટલાક તો સામે થી ડોક્ટર પાસે જઈને ઓળખાણ નીકાળે 
  • અમે અહી થી બીલોંગ કરીએ છીએ તમે ક્યાં ના છો???
    વળી કેટલાક સગાઓ ના આવા વાક્ય સાંભળી ને મેં ખુબ જ મજા લીધી ( ફીમેલ વધારે ) 
  • હાય હાય , બિચારા ને કશું  જ વ્યસન નહતું અને કેટલો સીધો છોકરો હતો." પણ મારી વહાલી આંટી હું હજી પણ જીવું જ છું. છોડો આ બધી વાતો કરવા બેસીશ તો વધારે થઇ જશે.
  • અને લાસ્ટ માં જયારે પૈસા આપે ત્યારે પાછળ થી અવાજ આવે "ના ના આટલા બધા ના હોય."
આ બધી તો મજાક થઇ પણ ખરેખર જોવા જઈએ તો જેટલી મદદ અને જેટલો સાથ પરિવાર તરફ થી મળ્યો એ જોઇને લાગે કે હોસ્પિટલ માં એડમીટ જ નથી થયો જેટલો હુંફ અને પ્રેમ મળ્યો એ પરથી કઈક અલગ આનંદ થયો. 10 દીવસ દરમિયાન ભાઈઓ જીતું, કુશલ, મહેન્દ્ર આ અતિ વહાલા ભાઈ ઓ ( બધા ની ઉંમર લગભગ સરખી જ છે, મારા થી 3 વર્ષ મોટા ) એ મારી કાળજી માટે કઈ જ કસર નથી રાખી, માતા - પિતા તો સરુઆત થી અંત સુધી હોય જ એમના વિષે તો શબ્દો માં લખી જ ના શકું ને, આ અહેસાસ એટલા માટે થયો કે ઓફીસ નું વાતાવરણ અને 24 કલાક પરિવાર સાથે ની વાતો અને મસ્તી મજાક એકદમ અલગ હતા. સાચે જ યાર કેહવા નું  મન થાય છે કે જો આવો પરિવાર હોય તો એકાદ મહિનો હોસ્પિટલ માં પડી રેહવા માં ખુબ જ મજા આવી જાય. જો હું બીમાર ના થયો હોત તો મારા નસીબ માં આ પ્રેમ ક્યારે હતો?? થેંક યુ ગોડ.

ચિહ્નો અને લક્ષણો ( Signs and symptoms ) :
સારવાર ( Treatments ) 
  • એલ્બ્યુંમીન ઇન્જેક્શન 
  • થોડી ટેબ્લેટ્સ ( 1 મહિનો )
રીપોર્ટસ 
  • બ્લડ અને યુરીન ના રીપોર્ટસ 
  • સોનોગ્રાફી 
  • કાર્ડીઓગ્રામ 
  • ક્ષ કિરણ ( X-rays )
  • બાયોપ્સી 
કાળજી રાખવા ની બાબત : 
  • મીઠું ઓછું જમવામાં 
  • કઠોળ વધુ માં વધુ જમવામાં જેનાથી પ્રોટીન મળી રહે છે
  • ઈંડા માં સૌથી વધારે પ્રોટીન હોય છે ( પણ મમ્મી એ ચોખ્ખી ના પાડી દીધી, ખબરદાર વાડી ધમકી આપી દીધી )
લબૂક -
"હા બીમાર હતો ફક્ત શરીર થી. મજબૂત હતો મારા વિચારો થી
જેમ જરૂર ના હોય તેજ ની સૂર્ય ને એમ યુવાન ને પણ નથી જરૂર હિંમતની"

- વધારે થઇ ગયું (સોલી શક્તિમાન)  





Thursday, August 21, 2014

૧૫ મી ઓગસ્ટ અને જન્માષ્ટમી - 2014

બોસ શું માહોલ હતો ગજબ નો !! અરે જ્યાં જુઓ ત્યાં ભારત ના જ તિરંગા ( મતલબ વોટ્સએપ અને સોસીઅલ મીડિયા માં ). સ્વાતંત્ર દિવસે તો સવારે વહેલો જ ઉઠી ગયો, પછી વીરુ ના ઘરે જઈને એને પણ જગાડ્યો પછી ગયા સીધ્ધા વહેલાલ ( ધ્વજવંદન કરવા ) . શું યાર અડધું તો પતિ ગયું હતું , પણ જેવું રાષ્ટ્રગીત ચાલુ થયું અને સ્કાઉટ વાળા ધમ-ધમ મંડી પડ્યા અને મારા તો રુંવાડા ઉભા થઇ ગયા (સાચે જ યાર) , સાલું આવું પહેલા જયારે સ્કુલ માં હતા ત્યારે નહતું થતું. ત્યારબાદ બધા જ મેડમ અને સર ને મળ્યા, થોડી વાતો ની વાત કરી અને થોડી યાદો ને યાદ કરી. ઘરે આવીને મેક્ષ પર લગે રહો મુન્નાભાઈ મુવી ચાલતું હતું એ જોયું.

મિત્ર સાચું કઉં ને તો એટલા બધા વિચારો આવ્યા ને કે સાલું મુન્નાભાઈ જેવા કેમિકલ લોચા આપણા માઈન્ડ માં કેમ નથી થતા ? મને બધું જ ખબર હોવા છતાં હું કેમ કોઈ લક્કી જેવાને "Get Well Soon" નથી કહી શકતો ? મારા હક નું પણ મારે મેળવવા માટે સહન કેમ કરવું પડે છે ?

હું જન્માષ્ટમી ના દિવસે અમદાવાદ ભાવ-નિર્જર શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવા આવ્યો હતો, ત્યાં આખા દિવસ દરમિયાન ખુબ જ શીખ્યો, ખુબ જ મજા આવી, કંઈક સારું જોવા, શીખવા મળ્યું. શ્રી કૃષ્ણ નું જે ચરિત્ર હતું એ પર થી જેટલું શીખી શકીએ એટલું ઓછું. વિશ્વ ના સૌથી મોટા ફિલોસોફર નું પુસ્તક ( બુક ) હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ મહાભારત નો એક ભાગ એટલે "શ્રીમદભગવદગીતા" માં ભગવાને પોતે આપણને જીવન ના બધા જ પ્રોબ્લેમ ના સોલ્યુસન્સ આપ્યા આવા શ્રીકૃષ્ણ નું વર્તમાન સમય માં કેટલું માન?

મારી આગળ ની પોસ્ટ માં પણ ભક્તિ વિષે સમજણ પાકી કરી હતી. હાલ જુગાર રમવો એ  જ જન્માષ્ટમી અને ભારત ના તિરંગા જોવા અને બતાવવા એ જ સ્વાતંત્ર દિવસ ? ભાઈ દેવાંગ પટેલ પેલા "જલસા કર બાપુ જલસા કર" ગીત ના રચયિતા એમણે એમના સોંગ માં બધી જ નાની નાની વાતો વર્ણવી છે, જે સાંભળતા જ હાસ્ય છૂટી જાય પણ જલસા કરતા કરતા કઈ રીતે આપણી આ કુટેવો દુર કરી શકીએ એ જ આપણે સમજવાનું છે.

પણ કૃષ્ણકાંત ઉનડકટે યંગસ્ટર્સ ને પ્રોત્સાહન આપ્યું છે. ન્યુઝ માં મેં વાંચ્યું આમનો એક આર્ટીકલ હતો 15 મી ઓગસ્ટ ના દિવસે, જેમાં દુનિયા માં સૌથી વધારે યુથ ધરાવનાર દેશ ભારત માં યંગસ્ટર્સ પોતાના કામ અને ધ્યેય માટે વેલ ફોકસ્ડ છે. વાત પણ સાચી જ છે. 2014 માં ભારત નું રાજકારણ બદલવામાં સૌથી મોટું યોગદાન યુથ નું છે, અને આઈટી ક્ષેત્ર ને એકલા હાથે ધમ-ધમાવનાર આ યંગસ્ટર્સ જ છે. પણ પ્રત્યેક દિવસે ભક્તિ અને દેશભક્તિ હોવી જરૂરી છે. નઈ કે ફક્ત ઈન્ડીપેન્ડેસ અને જન્માષ્ટમી નાં દિવસે જ.


લબૂક :- 
"ચલ થઈએ ફના દેશ માટે હું અને તું,
જેમ થાય ફના ચાલુ બાઈક પર જીવ-જંતુ"

Thursday, August 14, 2014

ફ્રેન્ડશીપ ડે અને હું.

ફ્રેન્ડશીપ ડે તો સારો રહ્યો (સારો એટલે ટકા ટક). આમ તો ઉજવ્યો હોય એમ કેહવાય કેમ કે ત્રણ મિત્રો ફરીથી ફરવા ગયા હતા. નરોડા માં મીની કાંકરિયા છે ત્યાં. હા તો એમાં શું?? નાં જવાય?? મહત્વ ની બાબત એ હતી કે મિત્રો સાથે હતા. પછી ભલે ને જગ્યા ગમે તે હોય.

દિવસ ની શરૂઆત જેમ થવાની હતી એમ જ થઇ (વોટ્સએપ થી)  આજે કૈક વધારે પડતા મેસેજ હતા. ત્યાર બાદ રવિવાર હતો એટલે વિચાર્યું કે થોડો આરામ કરી લઉં. પણ તમને લાગે છે કે આપણા મિત્રો આરામ કરવા દે.?? વિચાર્યું હતું એનાથી ઉલટું થયું, જેવો આમ આરામ કરવા જતો જ હતો ત્યાં તો યાર!! એક મસ્ત અને નજીક નો મિત્ર ગૌરાંગ અને એનો મિત્ર (એટલે મારો દુર નો મિત્ર) બંને ચાર કિલોમીટર દુર થી સ્પેસીઅલ કેસ માં અમને (હું અને વીરેન્દ્ર) ને મળવા આવ્યા, સારી ફીલિંગ આવી હતી

હવે ઘરે આવે એટલે શું થાય? આપણી પોલ ખુલે કાં તો પછી આપની પર્સનલ વાતો સામે આવે ( મમ્મી-પપ્પા સામે ) જો કે બચી ગયો, વાતો કરવા અમે નક્કી કર્યું કે ક્યાંક બહાર જઈએ, ઘર છોડી દઈએ ( 3 - 4 કલાક માટે ), તો નીકળ્યા ત્યાંથી અમે ગૌરાંગ ના ઘરે, એ અમારે ત્યાં આવ્યો અમે કેમ રેહવા દઈએ એનું ઘર, તો બદલો લઇ જ લીધો, આ એ જ વહેલાલ છે જ્યાં અમે 10 સુધી ગ્રેજ્યુએટ થયા  ;) ;) 

હવે આટલે સુધી આવ્યા જ છીએ તો વિચાર્યું કે બીજા લઠ્ઠાઓ ને મળી ને જ જઈએ, હવે વારો આવ્યો સુનીલ નો એના ત્યાં ગયા તો એ પણ કોઈને હેરાન કરવા નીકળેલો ( એ પણ ઘર છોડતો હતો ) એને થોડું ઘણું મળ્યા પછી બીજી મિત્ર ના ઘરે ગયા, ધ્રુવીષા ને જેવો ફોન કર્યો એવો જ મસ્ત આવકાર મળ્યો, એના ઘરે બેસીને મસ્ત આઈસ-ક્રીમ ખાઈને નીકળ્યા રામ ભરોસે.

ત્યારબાદ ત્રિપુટી નીકળી નરોડા જવા કાંકરિયા (મીની) ની ટીકીટ લઈને પ્રવેશ કર્યો સાંજ નું વાતાવરણ હતું, ફીલિંગ્સ તો વધતી જ જતી હતી. વાતો તો પેટ ભરી ને કરી બીજા ભાઈ બંધ અને બહેનપણીઓ ને મળ્યા સારું લાગ્યું, એના એક બે ફોટોસ મુકું છું જોઈ લો,

આજે ગણવા બેસ્યો કે સાલું  મારે કેટલા મિત્રો છે? (મુર્ખામી). પછી યાદ આવ્યું કે ફેસબુક માં 450 અને બીજા ઘણા બધા, પણ અમુક એવા મિત્રો કે જેમને યાદ કરી ને ફેસ પર મસ્ત સ્માઈલ આવી જાય,  જેમ કે કોલેજ ના મિત્રો અજય, હર્ષિલ, ગુંજન, વિક્રમ, હેમિક્ષ, અભિષેક.

 મારા બ્લોગ ની પ્રથમ પોસ્ટ ના બધા જ મિત્રો, જેમણે મારી લાઈફ સુંદર બનાવી એવા મિત્રો, કરીઅર ને સાથે સાથે મિત્રો વધતા ગયા. patel vaibhaviMori Usha  Dhananjay, Priyesh, Narendra, Akshay, Jarpita, Pinkal, Hina, Namrata,  Suresh ABHISHEK JUNGI


શ્રીની, ધર્મેશભાઈ, રાહુલભાઈ, સંગ્રામભાઇ, ચિરાગ, રીતેશ, અરુણભાઈ, આ મિત્રો  સાથે ફ્રેશર થી કરિઅર ની શરૂઆત કરી.

હાલ જે જગ્યાએ સુખ (દુ:ખ) ભોગવી રહ્યો છું ત્યાના મિત્રો Jignesh, Yogesh, Ninad, ABHISHEK, Kaushalbhai, Kishan, Niravbhai, Shesan, Aakash, Hitendra, Ashishbhai સાથે થોડો ઘણો પ્રોફેસનલ બન્યો એવું લાગે છે. આ ભેરુઓ સાથે દરરોજ ની મસ્તી જોબ ને હળવી કરી નાખે છે.

અભિષેક :- એક માત્ર એવો મિત્ર કે જેની સાથે કોલેજ ના ત્રણ વર્ષ, ટ્રેઈનીંગ અને જોબ પણ સાથે જ કરી હોય હાલ પણ સાથે જ છીએ. (ટેગ લાઈન : ઉઈઈ )

યોગેશ :- ( ટેગ લાઈન : અલ્યા હહાહાહા  !!!!! અચ્છા હા. )

જીગ્નેશ : (ટેગ લાઈન : એવું તો ના હોય. હમ્મ્મ્મ )

ધનંજય :  ( ટેગ લાઈન : તારી માસી ને ઢોકળા ભાવે )

ગૌરાંગ : ( ટેગ લાઈન : હું મારી વાત કઉં તને??, આપણને આમ જ ફાવે , આમ ના ફાવે.)

વીરેન્દ્ર : ( ટેગ લાઈન : યાદ જ નથી  સોરી )

મારા બધા જ મિત્રો ના મારા બ્લોગ પોસ્ટ માં કરેલા આવા ઉલ્લેખ બદલ કોઈને કઈ પણ વાંધો હોય તો.......
.
.
.
.
મારે શું હું તો આવું જ લખીશ.



મિત્ર વિનાની દુનિયા તો વિચારી પણ નથી સકાતી. આ વાંચશે તો મને પણ એમ જ  કેહ્સે.
"મારી લીધી હોંશિયારી?"

આ સાંભળવા માં પણ અલગ મજા છે. ગલતી સે મિસ્ટેક હુઈ હો તો માફ કર દેના. ઓકે?? અહી કમેન્ટ્સ નું ઓપ્સન તમારા માટે જ છે.

અભી અભી મિલી ખબર કે અનુસાર મેરે દોસ્ત મેરે બીના હી કુછ ખીચડી પકા રહે હે, તો હું જાઉં એમની ખીચડી વગારવા માટે ત્યાં સુધી આવજો, મળીએ આવતા બ્લોગ-પોસ્ટ માં, આ જ બ્લોગ પર.

 લબૂક :-

" વો બોલા, તેરે સાથ મુસ્કાન મેરી જાતી નહિ,
 મેં બોલા, ઔર તેરે બીના કિક મુજે  મિલતી નહિ "

Thursday, April 3, 2014

ગુડી પડવા - 2014

મહારાષ્ટ્ર નો તહેવાર ગુડી પડવા. તમને એમ કે આ ભાઈ કૈક ગુડી પડવા ના તહેવાર વિષે કહેશે, પણ એ દિવસે મને ખુબ જ તાવ આવેલો. અને મને આ તહેવાર વિશે કઈ ખાસ માહિતી નથી, પણ મારા ઘરે મારા પપ્પા એ ગુડી બનાવી હતી એના બે ત્રણ ફોટોસ મુકું છું. તમને કંઈ વધારે માહિતી હોય તો ટીપ્પણી માં જણાવી શકો છો. થોડું-ગણું ઈન્ટરનેટ પર થી વાંચ્યું હતું.


Friday, February 28, 2014

મહાશિવરાત્રી - 2014

બુધવારે સાંજે જોબ પર થી સીધો જ મારા મામા ના ઘરે ગયો (બોલાવ્યો હતો). મારા મામા રસોઈયા અને વહેપારી છે. અને તેમને પોતાની ચાર દુકાન છે. કિરાણા ની અને મીઠાઈ ની તથા ફરસાણ ની પણ. અને પાન પાર્લર. તો ઊંટરડા મહાદેવ નજીક દેવકરણ ના મુવાડા ગામ માં ત્યાં ની મહાશિવરાત્રી ની મજા માણવા ગયો હતો..

*સાંજે કુશલ , ચિરાગ , જીતું , માટે મન્ચ્યુંરીયન લઇ ગયો હતો તો બધા એ સુતી વખતે નાસ્તો કર્યો અને whatsapp માં માથું નાખતા-નાખતા સુઈ ગયા.

*ત્યાં જઈને સવારે ફ્રેશ થઈને પહેલા તો મહાદેવ ના મંદિરે ગયા (8.00AM).

*ત્યાં ભાંગ પીવાની ઈચ્છા હતી પણ ફક્ત બે ચમચી પ્રસાદ જ લીધી.

*પછી ઘરે આવીને પણ મહાદેવ ની પૂજા કરી (9.30AM).

*પૂજા ખતમ થયા પછી જમીને દુકાને ગયા (11.30AM).

*ત્યાં ચેવડો, ખજૂર, ખમણ, જલેબી, આ બધુ વેચ્યું. (મજાક-મસ્તી તો ચાલુ જ હતી).

*સાંજે હું અને જીતું ઘરે જવા નીકળ્યા (કડાદરા)(5.00PM)

*સાંજે સુતી વખતે પરિવાર સાથે શક્કરીયા ખાધા (10.00PM).

*થોડા દર્શન whatsapp વાળા શંકરજી ના પણ કર્યા પછી સુઈ ગયો.

*એકંદરે મહાશિવરાત્રી સારી ગઈ.



બસ આટલી નાની પોસ્ટ આ તો અમે પણ કર્યું હતું... એમાં શું નવું છે?
તો ના જ હોય ને, મને તો શ્રી-લંકા અને ઇન્ડિયા ની ક્રિકેટ મેચ ની વધારે એકસાઈટમેન્ટ હતી. તો હોય જ ને. કેમ કે હવે ની ભક્તિ પાંગળી થઇ ગઈ હોય એમ કહેવાય. મારા માટે ભક્તિ માં ભાવભક્તિ અને કૃતિભક્તિ નો સમન્વય હોય. અને ભક્તિ પાછળ નો સાચો અર્થ ખબર હોવો જરૂરી છે. (ફરજીયાત છે). આપણે કરેલી સામાન્ય ભક્તિ પાછળ નો સાચો અર્થ આપણને ખબર નથી હોતો. 
જેમ કે,
1. મંદિર માં પ્રથમ પગથીયે જ કેમ પગે લાગવું?
2. મંદિર માં બેલ કેમ વગાડવો? (કે બહારથી દર્શન કરનારા ચાલુ વાહને હોર્ન કેમ વગાડે છે?)
3. ગરબા ગોળ જ કેમ ગાવા?
4. માથે તિલક કેમ કરવો?
5. પ્રસાદ જમણા હાથે જ કેમ લેવો?
6...
7...
8...
9...
10...
કદાચ આના કારણે જ નવી પેઢી ને ભક્તિ કરતા શરમ આવે છે.

જય ભોલેનાથ.



Thursday, January 30, 2014

થોડું મારા બ્લોગ વિષે.

ભાઈઓ અને ભાઈઓ ની બહેનો હું અત્યાર થી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું તો હું એવી આશા રાખું કે મારો બ્લોગ તમને ગમે.... અહીં હું તમને કંટાળો આવે એવું કઈ નથી પ્રકાશવાનો (એટલે કે લખવાનો) :-)  પણ હા જેવા જેના ના વિચારો ....

અને હા અહીં દેશ દુનિયા માં જે મજા કરાવે એવું હોય અને જેની ચર્ચા વધારે થતી હોય એની આપણે ચર્ચા કરશું...
દરરોજ નહિ તો પણ અઠવાડિયા માં એકાદ વખત ફેરો લઇ જઈશ... અને સમાચાર આપીશ.....

હું સમાચાર ની જાહેરાત નથી કરતો હો... પણ હા હવે ગુજરાતી માં પેલું આપણું  times of india (મારું નહિ તમારું) નું છોકરું ગુજરાતી માં પાપાપગલી  ભરે છે.. જેનું નામ નવગુજરાત સમય છે... જોઈએ કે એનું career  કેટલું ચાલે છે. ચાલશે જ યાર. ;)

માફ કરજો હો... લાગે છે અત્યાર થી જ કંટાળો આવવાનું  શરૂ થઇ ગયો..
પણ શું કરું.... પહેલી જ પોસ્ટ છે ને આપણી.. તો પેટ માં ગલીપચી થાય છે.
તો અત્યારે આટલું જ રાખી એ અને પછી ... તમને પણ ગલીપચી થાય એવી બે ચાર વાતો મુકીશુ ....