Showing posts with label Gujarati.. Show all posts
Showing posts with label Gujarati.. Show all posts

Wednesday, February 19, 2014

નિયમ એટલે ખબર છે શું?... જવાબ : નિયમ.

હા નિયમ એટલે નિયમ.  સવારે TVમાં આમીરખાન વાળી એડ જોઈ તો એ ઉપર થી લાગ્યું કે નિયમો બધા માટે સરખા છે પણ સવાલ એ છે કે લોકો નિયમો પાડતા કેમ નથી? કારણકે પોતાની જીંદગી અલગ રીતે જીવવી છે.
એમાં ટ્રાફિક રુલ્સ ની વાત હતી. "પતા હે અપના શો કોન દેખેગા?" હા એ જ. હવે મુદ્દો એ છે કે જો નિયમ હોય તો પાડવા કેમ નઈ? એ પાછળ ના પણ કારણ હોય કે ખબર નૈ હોવી કે પછી ભૂલી જવું કે નિયમ જ ખરાબ છે.
હા નિયમ ખરાબ હોય છે એ ખબર છે?



એમાં પણ નિયમો અલગ અલગ.દેશ ના નિયમ , રાજ્ય ના નિયમ , ગામ કે શહેર ના નિયમ , ફેમીલી ના નિયમ , નોકરી ના નિયમ , સ્કૂલ કે કોલેજ ના નિયમ , છોકરા ના નિયમ , છોકરીના નિયમ , ફલાણાના નિયમ , ઢીંકણાના  નિયમ બાપ રે બાપ.... હદ તો ત્યાં થાય છે કે પોતાના આગવા નિયમ બનાવી લેવાય. હા મેં તો ઘણા ના ડેસ્કટોપ પર કે મોબાઈલ માં જોયું છે કે વોલપેપર પર લખ્યું હોય "MY LIFE, MY RULES " જેમ હિટલર પણ એનો ફેન હોય...

તો પછી નિયમ તોડવા કેમ ?? (જો નિયમ યોગ્ય હોય તો). સૂર્ય કહી દે કે આજના દિવસ માટે ગુરુત્વાકર્ષણ ની રજા તો વિચારો શું થાય??? (ભારે પડે)
પ્રકૃતિ પોતાના નિયમ ભૂલી જાય તો??? આપણને તો ગૂગલ વિના પણ નથી ચાલતું.. પ્રકૃતિ ની તો વાત જ છોડો..

ઘણી જગ્યાએ નવાઈ ભર્યા નિયમો હોય છે. એ સાંભળ્યા પછી લાગે કે આવા તો નિયમો હોતા હશે?
જાણવું છે કે કયા દેશ માં કેવા નિયમો ચાલે છે? (CRAZY RULES).

તો આ લો લીસ્ટ
1. ફ્રાંસ માં માનવ ચહેરા ધરાવતી વસ્તુ વેચવા માં પ્રતિબંધ છે. ત્યાં ઢીંગલી વેચવા પર પણ કેસ થઇ શકે.
2. યુ એસ એ ના મેસેચ્યુસેટ્સ માં દિવસ માં એક વખત સ્નાન કાર્ય વગર બેડ પર જાવ તો એ ગુનો છે. અને રવિવારે આ કાયદો લાગુ નથી પડતો..
3. સાઉદી અરેબીઆમાં એક હોટલ ને તાળા મારી દેવાયા.કેમ કે ત્યાં સ્વીમ્મીંગ પુલ નો ઉપયોગ કરાયો હતો.
4. આઈસલેન્ડ ના સમોઆ માં પોતાની પત્ની નો જન્મદિવસ ભૂલી જવો ગેર કાયદેસર છે.
5. સાન ફ્રાન્સિસ્કો માં અન્ડરવેર થી કાર ધોવામાં પ્રતિબંધ છે.
6. ઇંગ્લેન્ડ માં સંસંદ ગૃહ માં મૃત્યુ ગેરકાયદેસર છે.
7. લોસ એન્જેલસ માં કોઈ વેઈટર દ્વારા કહેવામાં આવેલું વાક્ય "હું અભિનેતા છું." સાલું આ પણ ગેર કાનૂની.
8. ટેક્સાસ માં લોડેડ બંદુક થી કોઈને ધમકી આપવી ગેર કાનૂની.
9. વિક્ટોરીયા માં રવિવારે બપોર પછી ગુલાબી પેન્ટ પહેરવા ની મનાઈ છે.
10. પોર્ટુગલમાં દરિયામાં સુ-સુ ના કરી શકાય.
11. કેન્ટુકી માં તમારા ખિસ્સામાં આઈસ્ક્રીમ કોન્સ ના ભરી શકો.
12. વિક્ટોરીયા માં લાઇટ બલ્બ બદલવા માટે પરવાનગી વાળો ઇલેક્ટ્રિશિયન હોવો જરૂરી  છે.
13. સાન સાલ્વાડોર માં નશાની હાલત માં ડ્રાઈવિંગ કરતો જડપાય તો પોલીસ ની ટીમ બંદુક ના ફાયરીંગ થી મારી નાખે.
14. સિંગાપુર માં ચ્યુઈંગ ગમ ગેરકાયદેસર છે.
15. લોસ એન્જેલસ માં એક જ ટબ માં બે બાળકો ને સ્નાન કરાવવું એક ગુનો છે.
16. ઇઝરાયેલ માં તમે રવિવારે તમારા નાક ને ચૂંટાવા ( નાક માં આંગળી નાખવી )માટે કાર્યવાહી કરી શકે છે.
આ તો સેમ્પલ છે. બીજા ગોડાઉન માં પડ્યા જ છે.
આવા અજીબો ગરીબ નિયમો માણસે જ બનાવ્યા છે. અને તોડનાર પણ આપણે જ ને.

Friday, February 14, 2014

પ્રેમ પર પી.એચ.ડી?


ના ભાઈ ના મેં પ્રેમ પર પી.એચ.ડી નથી કર્યું. આજે હું અને વીરુ (+virendra makavana) બસ માં હતા ત્યારે વાત થઇ કે ફિલ્મ જોવા જઈએ. તો હજી રવિવાર ની રાહ જોઈએ છીએ

ત્યારે વાત વાત માં વીરુએ મને પૂછ્યું કે યાર તને કદી પ્રેમ થયો? (અઘરો સવાલ) મેં કહ્યું "ના હું એટલો બધો નવરો નથી." મેં સામે થી એને પૂછ્યું કે તને પ્રેમ થયો તો મને કહે "હા થયો ને એક વખત પ્રેમ થયો હજુ સુધી ચાલે છે,  ખાલી છોકરીઓ બદલાય છે. અને પાછું દર વખતે મને જ થયો , છેલ્લા મહીને જ બે વખત સાચો પ્રેમ થયો!"

અને પછી તો બોલવાનું ચાલુ કરી દીધું કે "યાર મારું દિલ તો દરિયો છે એક લોટો કોઈ ઝમકુડી આવીને ભરી જાય તો પણ બીજીની રાહ જોવાય." મોટોમસ શ્વાસ ભરી ને મને કહે  "આ valentine week જેવું કઈ હોવું જ ના જોઈએ યાર આપણા જેવાનું શું થાય? ટેડી દિવસ ને હગ દિવસ ને પ્રોમિસ દિવસ ને પ્રપોઝ દિવસ ને આવું બધું કોણે  કાઢ્યું?" મેં કીધું કે "જેણે પ્રેમ પર પિએચડી કર્યું હશે એણે જ આવું કૈક વિચારવાનો મોકો મળ્યો હશે."

મને કહે "યાર લોકો પ્રપોઝ કઈ રીતે કરતા હશે મને તો પાણીપુરી ખાધા પછી કોરી પૂરી માંગતા પણ શરમ આવે છે." મેં કહ્યું જો પ્રપોઝ કરવો હોય તો 1 એપ્રિલ ના દિવસે કરવો જોઈએ હા કહ્યું તો મજ્જો અને ના કહે તો "એપ્રિલફૂલ" તો છે જ ને. પોતાનો ઉભરો ઠાલવવા ફરી થી મને કહે કે "વેલેન્ટાઇન ડે ના ધતિંગ તો ફક્ત નાના નાના બાળકો માટે છે જો અસલ માં પ્રેમ હોય તો કડવા ચોથ નું વ્રત કરી બતાવે બન્ને." (વાત માં દમ છે.)

અને પ્રેમ માં એવા એવા શબ્દો બોલે ને કે આપણને થાય કે પ્રેમ કરવા જેવો છે. એ વાક્યો ખબર છે?
1. પ્રેમ આંધળો હોય છે.
2. પ્રેમ કદી મરતો નથી.
(1. અને 2. નું મિશ્રણ)
3. આંધળો પ્રેમ કદી મરતો નથી. (તો શું જોઈ શકતો હોત તો મરી જાત? just kidding.)

અને હવે તો દસમાં ધોરણ માં ભણતા છોકરાવ ને પણ રવિવાર ની રજા નથી ગમતી. કેમ? (ખબર છે ને)
એટલે એવું કહી શકાય કે ત્યારથી જ પ્રેમ પર પીએચડી ચાલુ થઈ જાય. અને આ પ્રેમભર્યા અઠવાડિયા માં છોકરાઓ તો ગોતા મારી ખાય, પણ છોકરીઓ તો પૂરે પૂરો લાભ ઉઠાવે.

એક છોકરી ગીફ્ટસ અને કાર્ડસ ની દુકાને જઈ ને કહે કે મને એવું કાર્ડ બતાવો જેના પર લખ્યું હોય કે "હું ફક્ત તારી જ છું." દુકાનદારે ખુબ શોધખોળ કરી ને કાઢી આપ્યું પછી છોકરી બોલી કે "આવા આઠ આપો."

સાંઈરામ ની ભાષામાં કહીએ તો "બે પાણી ના ટીપા એક થાય પછી દુનિયા ની કોઈ તાકાત એને અલગ ના કરી શકે આ એટલે પ્રેમ." આના વિષે બોલતા તો આખો જન્મારો નીકળી જાય પણ ખતમ ના થાય એટલી બધી વાતો છે. તો મળીએ આગળ ની પોસ્ટ માં.



લબૂક :-
                   "એ ઉભા હતા હિંચકા પાસે જયારે બઘીચામાં,
                   ત્યારે મારા મન, દિલ, આંખ, પગ ની નઝર,
                       એમની તરફ અને હાથ હતા ખિસ્સામાં  "

Monday, February 10, 2014

ભ ભ્રષ્ટાચારનો ભ.....

મણા થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટ નેતા ઓ ની યાદી બનાવી. તો એના પર થી કૈક ભ્રષ્ટાચાર પર લખવાની ઈચ્છા થાય છે.

ભ્રષ્ટાચાર શબ્દ સંભળાતા જ દેશ ના નેતાઓ , રાજકારણીઓ યાદ આવે. યાર આવું ના ચાલે આપણું નામ ક્યારે આવશે? આપણે પણ ભ્રષ્ટાચાર કરવામાં ક્યાં પાછા પડીએ છીએ. (વિચારી લો)
બે સવાલ કરું જવાબ આપો તો..

1. લોકશાહી એટલે શું?
2. ભ્રષ્ટાચાર એટલે શું?

(જો આ બે સવાલના જવાબ વિસ્તાર માં આપો તો તમે કાંતો નેતા કાંતો કવિ.)

ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ + આચાર.

આઝાદ થયા ને આટલા વર્ષ સુધી પણ લોકશાહી સાચા અર્થ માં પ્રસ્થાપિત નથી થઇ. આનું કારણ શું? ભ્રષ્ટ નેતા ઓ કે પછી આપણે?

 "who is responsible for such an rampant corruption and intense price rise?"

ચાલો બન્ને વિષે વિચારી લઈએ.

1. વોટ માંગી ને નોટ સંતાડનારા ભ્રષ્ટ નેતા ઓ પોતા ના ખિસ્સા ભરી ને એમ જ કહે કે અમે ભ્રષ્ટાચાર હટાવીશું. કૌભાંડ કરી ને સ્વીસ બેંક ભરનારા નેતાઓ. સામાન્ય જનતા ને ખોટે ખોટા આશ્વાશન  આપવા માટે લાખો  ના ખર્ચ કરીને સત્તા પર બેસવાવાળા આ નેતાઓ. કે જેને લાંચ રિશ્વત સિવાય કઈ દેખાતું જ નથી. "જે કરવું હોય તે કરો પણ આપણા 50 % રાખો" કહેવાવાળા આ નેતાઓ ભારત દેશ ને વિકાશશીલ  દેશ જ  કહેવડાવશે. વિકસીત દેશ માટે હજુ કેટલા જન્મો લાગી શકે? નેતા આવા કામ કરી ને ભ્રષ્ટાચાર ના ભાઈઓ (મોંઘવારી, ગરીબી, બેરોજગારી, બેઈમાની) ને પણ બળવાન બનાવે છે . આ  લોકો ફક્ત અન્ના ના અનસન થી જ ડરે છે?

2.  ભ્રષ્ટાચાર હટાવવાની શરુઆત પોતાના થી જ થવી જોઈએ કેમ કે જેટલા જવાબદાર આ નેતા ઓ છે એટલા જ જવાબદાર આપણે પણ છીએ. Removal of corruption from the beginning itself.
એક નાની સ્ટોરી કઉ.

                      "એક ગામમાં એક કુલ્ફી વાળો રોજ બાળકો ને કુલ્ફી આપીને રાજી કરતો. એનું ગુજરાન બાળકો પર ચાલતું અને બાળકો પણ એની જ રાહ જોતા. પણ અમુક સરારતી લોકો જયારે કુલ્ફી વાળા નું ધ્યાન ભટકતું ત્યારે એમાંથી કુલ્ફી કાઢી લેતા. આ વાત એને પણ ખબર હતી પણ એ રંગે હાથે નૈ પકડી શકતો હોવાથી એ ચુપ જ રહેતો. એક દિવસ એને કુલ્ફી ના ડબ્બા માં હાથ હતો તેને પકડી લીધો અને પછી જોર જોર થી એને વઢવા લાગ્યો. પણ આનો લાભ ઉઠાવી ને બીજા લોકોએ બીજી વધારે કુલ્ફી લઇ લીધી. આવું દરરોજ થતા એને ડર લાગ્યો કે એક દિવસ મારી બધી જ કુલ્ફી ચોરાઈ જશે આ વિચારી ને એણે પોતે જ જેટલી હાથ માં આવી એટલી લુંટી લીધી."

આવું આપણે કઈ જગ્યાએ કરીએ છીએ.

* મંદિર માં દર્શન માટે....
* શાળા-કોલેજીસ કે હોસ્પિટલ માં પ્રવેશ માટે...
* ટ્રેન માં રીઝર્વેસન માટે...
* રાસન કાર્ડ , લાઇસન્સ કે પાસપોર્ટ માટે...
* નોકરી માટે...
* રેડ લાઈટ પર ચલાન થી બચવા માટે...
* મુકદ્દમો જીતવા કે હારવા માટે...
* ખાવા માટે... પીવા માટે...

હદ તો ત્યાં છે કે ભ્રષ્ટાચાર પોતાના સંતાન ને શીખવીએ છીએ. " 99 % मार्क्स लाओगे तो घड़ी  वर्ना छड़ी".
અરે જો ભારત માંથી ભ્રષ્ટાચાર જાય ને તો તાલીબાન આતંકવાદ છોડવા ની સપથ લઇ લે.

Thursday, February 6, 2014

બોલવામાં ક્યાં ટેક્ષ લાગે છે?


તે સાચી જ વાત છે ને. કોઈને ક્યાં આપણા માટે સમય હોય તે આપણી વાત(બક-બક) સાંભળે? અને જો કોઈ સાંભળવા તૈયાર થાય.. ત્યાં કૃષ્ણ દવે ની એક પંક્તિ યાદ આવે છે.. કે "માઈક મળે તો કોઈ છોડે?" ત્યાં આપણે મન ફાવે તેમ બોલવાનું (ગોળીઓ આપવાનું) શરુ. ;) અને પછી પાછળ થી પસ્તાવું પડે.

ઉદાહરણ આપું કે ચાલશે.. વાંચી જ લો ને યાર.

1. અને હા આ ટાઈટલ જાહેરાત વાળાઓ ને જોરદાર લાગુ પડે.... "ફક્ત દસ દિવસ માં ગોરા થાવ." મિત્ર west-indies માં જઈને જાહેરાત કર ને.. આવી તો બીજી ટેબ્લેટ પણ છે જે પાણી વિના ઉતારી દે. યાદ છે ને "કૃપા આની શુરુ હો જાયેગી." વાળી જાહેરાત.

2. હમણાં મણિશંકર ઐયર સાહેબ(સાહેબ ના કે'વાય) ને લોકો એ ચા ની કીટલી પકડાવી દીધી.
એમનું વાક્ય હતું "મોદી સાહેબ ને ચા ની કીટલી ખોલવા માટે જગ્યા કરી આપીએ."

3. આપણા લોક-લાડીલા પ્રેમી પંખીડા.. એમની જીભ ને પણ બોલવામાં ઢાળ નથી ચડવો પડતો. "તારા માટે જાન આપી દઈશ". બકા 500 RS નું રીચાર્જ કરાવને. એટલું કહેતા જ બત્તી ગુલ.

4. ધોની-બ્રિગેડ સતત બે ક્રિકેટ શ્રેણી હાર્યા. દક્ષીણ-આફ્રિકા અને ન્યુજીલેન્ડ સામે વનડે શ્રેણી તબિયત થી હાર્યા પહેલા નું વાક્ય હતું "અમારી ટીમ સારું પ્રદર્શન કરશે" (આમ તો આવું દર વખતે કહે જ છે)

5. આ શાહરુખની ચેન્નાઈ-એક્ષપ્રેસ (રોહિત ની) વખતે વિશાલ દાદ્લાની અને શેખર રાવજિઆણી એ શરમ નો સામનો કરવો પડેલો એમનું વાક્ય હતું "હનીસિંહ આ ફિલ્મ માં એક પણ સોંગ નહિ ગાય." પણ વહાલા ભાઈઓ લુંગી-ડાન્સ એ તો ધૂમ મચાવી અને ગોલ્ડન કેલા એવોર્ડ (સૌથી ખરાબ ગીત)  પણ જીત્યો..  :)

 આ તો થઇ બીજા વ્યક્તિ ઓ ની વાત... હવે આપણી વાત કરીએ (પોઈન્ટ ટુ બી નોટેડ).

* યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવાથી માન વધે.
* યોગ્ય સમયે અયોગ્ય શબ્દો બોલવાથી માન ઘટે.
* અયોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવાથી ભવિષ્ય માં વખાણ મળે.
* અયોગ્ય સમયે અયોગ્ય શબ્દો બોલવાથી ઢેકા ભાંગી જાય.

જો તમે વિચારી લેતા હોય તો હું વિદાય લઉં.. અને આગળ થી બોલવામાં ધ્યાન રાખજો...
જેથી ઈજ્જત ના કાંકરા અને આબરૂ ના ધજાગરા ના થાય...

તો મળીએ ફરીથી.. ત્યાં સુધી.. ટેક્ષ  લગાડો કોઈના માથે.

લબૂક :-
"લાગ્યું એને કે એના વગર હું મરી જઈસ,
સાલો તાવ પણ ના આવ્યો "

Monday, February 3, 2014

યે દોસ્તી હમ નહિ તોડેંગે.........

"મારું ઠેકાણું નૈ હો... હું તો મને ગમે ત્યારે આ મિત્રવર્તુળ માંથી નીકળી જાઉં". જો આવું કંઈ પણ બોલું ને તો આ બધા મને એટલો બધો મારે કે હું કોઈનો મિત્ર ના બની શકું, કેમ કે આ બધા જ મિત્રો ને કોઈ પણ ગ્રુપ  છોડે કે પછી એવી વાત પણ કરે એ પસંદ નથી.. તો હું હવે થી આ બધા ના વિષે આગળ ની પોસ્ટ માં વાત કરી શકું છું. તો તમે પણ જાણી લો કે કેવા છે મારા ભેરુ..

સૌપ્રથમ અમે બધા જ  I.T ક્ષેત્ર માં છીએ તો બધા ની પાસે નોલેજ છે. કોઈની પાસે SEO(Search Engine Optimization) નું જ્ઞાન કે કોઈ વેબ ડિજાઇનિંગ અને વેબ ડેવલોપીંગ માં પરફેક્ટ છે.

અમે બધા જ પોતાના કરીઅર ને કારણે મિત્રો છીએ એવું પણ કહી શકાય.

અમે બધા એક જ કોલેજ ના હોવાથી સારા મન-મેળ તો હતા જ પહેલેથી પણ અમારું મિત્ર વર્તુળ અમદાવાદ માં બન્યું.

1.બધા ના જન્મ દિવસ ઉજવવા,
 2. ઈન્ટરવ્યું માં સાથે જવું,
3. મળવા નું પ્લાનીંગ કરી ને ના મળવું અને અચાનક બધા એક સાથે હોય,
4. એક-બીજા ને ચીડાવવું. (નામ નથી લખતો નહીતર બધા મને જુડી નાખશે),
5.ચેટ અને ખાલી-ખોટા કામ વિના ફોન કરવા,
6. ટીફીન શેર કરવાની મજા કૈક અલગ જ હોય.
7. સર( +Paavan Jethava , +Rajesh Sardhara  ) પાસે મજાક મજાક માં શીખવું.
8. ઢીશુમ ઢીશુમ પણ થાય, અને પછી હતા એવા.

આવી તો ઘણી વાતો (યાદો રાખોને) છે જેની હજુ પણ અમે બધા મજા લઈને મિત્રતા નિભાવીએ છીએ.. મારા આ બધા જ મિત્રો +Priyesh Rathod , +Dhananjay Bhuva , +narendra thakor , +akshay bhimani , +Patel Suresh , +patel vaibhavi , +Mori Usha , +Hina Solanki , +Jarpita Shah , +pinkal patel , +Namrata Gohil .
 ની સાથે અમે બહુ જ ખુશ છીએ. અને અમે આ મિત્રતા ખેચી રાખીશું (નિભાવીશું)  

મિત્ર એ એક એવો વ્યક્તિ કે જે તમારા વિષે બધું જાણતો હોવા છતાં તમને પ્રેમ કરે છે. અને અમારી વચ્ચે પણ કૈક એવું જ છે...

" એક સારું પુસ્તક હોવું એ હજાર મિત્ર સમાન છે, પણ એક સારો મિત્ર હોવો એ  લાયબ્રેરી સમાન છે "

અરે આવા વિષય ની ચર્ચા ના થાય ખાલી મિત્રતા નો અનુભવ થઇ શકે..
સાચા મિત્ર ને ગુમાંવશો નહિ.

We love you all ..

લબૂક:-
                                              "યાર, તમારી યાદ આવે છે,
                                    ના હોય, અમને પણ યાદ આવે છે, દે તાલી"



Thursday, January 30, 2014

થોડું મારા બ્લોગ વિષે.

ભાઈઓ અને ભાઈઓ ની બહેનો હું અત્યાર થી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું તો હું એવી આશા રાખું કે મારો બ્લોગ તમને ગમે.... અહીં હું તમને કંટાળો આવે એવું કઈ નથી પ્રકાશવાનો (એટલે કે લખવાનો) :-)  પણ હા જેવા જેના ના વિચારો ....

અને હા અહીં દેશ દુનિયા માં જે મજા કરાવે એવું હોય અને જેની ચર્ચા વધારે થતી હોય એની આપણે ચર્ચા કરશું...
દરરોજ નહિ તો પણ અઠવાડિયા માં એકાદ વખત ફેરો લઇ જઈશ... અને સમાચાર આપીશ.....

હું સમાચાર ની જાહેરાત નથી કરતો હો... પણ હા હવે ગુજરાતી માં પેલું આપણું  times of india (મારું નહિ તમારું) નું છોકરું ગુજરાતી માં પાપાપગલી  ભરે છે.. જેનું નામ નવગુજરાત સમય છે... જોઈએ કે એનું career  કેટલું ચાલે છે. ચાલશે જ યાર. ;)

માફ કરજો હો... લાગે છે અત્યાર થી જ કંટાળો આવવાનું  શરૂ થઇ ગયો..
પણ શું કરું.... પહેલી જ પોસ્ટ છે ને આપણી.. તો પેટ માં ગલીપચી થાય છે.
તો અત્યારે આટલું જ રાખી એ અને પછી ... તમને પણ ગલીપચી થાય એવી બે ચાર વાતો મુકીશુ ....