Thursday, August 21, 2014

૧૫ મી ઓગસ્ટ અને જન્માષ્ટમી - 2014

બોસ શું માહોલ હતો ગજબ નો !! અરે જ્યાં જુઓ ત્યાં ભારત ના જ તિરંગા ( મતલબ વોટ્સએપ અને સોસીઅલ મીડિયા માં ). સ્વાતંત્ર દિવસે તો સવારે વહેલો જ ઉઠી ગયો, પછી વીરુ ના ઘરે જઈને એને પણ જગાડ્યો પછી ગયા સીધ્ધા વહેલાલ ( ધ્વજવંદન કરવા ) . શું યાર અડધું તો પતિ ગયું હતું , પણ જેવું રાષ્ટ્રગીત ચાલુ થયું અને સ્કાઉટ વાળા ધમ-ધમ મંડી પડ્યા અને મારા તો રુંવાડા ઉભા થઇ ગયા (સાચે જ યાર) , સાલું આવું પહેલા જયારે સ્કુલ માં હતા ત્યારે નહતું થતું. ત્યારબાદ બધા જ મેડમ અને સર ને મળ્યા, થોડી વાતો ની વાત કરી અને થોડી યાદો ને યાદ કરી. ઘરે આવીને મેક્ષ પર લગે રહો મુન્નાભાઈ મુવી ચાલતું હતું એ જોયું.

મિત્ર સાચું કઉં ને તો એટલા બધા વિચારો આવ્યા ને કે સાલું મુન્નાભાઈ જેવા કેમિકલ લોચા આપણા માઈન્ડ માં કેમ નથી થતા ? મને બધું જ ખબર હોવા છતાં હું કેમ કોઈ લક્કી જેવાને "Get Well Soon" નથી કહી શકતો ? મારા હક નું પણ મારે મેળવવા માટે સહન કેમ કરવું પડે છે ?

હું જન્માષ્ટમી ના દિવસે અમદાવાદ ભાવ-નિર્જર શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવા આવ્યો હતો, ત્યાં આખા દિવસ દરમિયાન ખુબ જ શીખ્યો, ખુબ જ મજા આવી, કંઈક સારું જોવા, શીખવા મળ્યું. શ્રી કૃષ્ણ નું જે ચરિત્ર હતું એ પર થી જેટલું શીખી શકીએ એટલું ઓછું. વિશ્વ ના સૌથી મોટા ફિલોસોફર નું પુસ્તક ( બુક ) હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ મહાભારત નો એક ભાગ એટલે "શ્રીમદભગવદગીતા" માં ભગવાને પોતે આપણને જીવન ના બધા જ પ્રોબ્લેમ ના સોલ્યુસન્સ આપ્યા આવા શ્રીકૃષ્ણ નું વર્તમાન સમય માં કેટલું માન?

મારી આગળ ની પોસ્ટ માં પણ ભક્તિ વિષે સમજણ પાકી કરી હતી. હાલ જુગાર રમવો એ  જ જન્માષ્ટમી અને ભારત ના તિરંગા જોવા અને બતાવવા એ જ સ્વાતંત્ર દિવસ ? ભાઈ દેવાંગ પટેલ પેલા "જલસા કર બાપુ જલસા કર" ગીત ના રચયિતા એમણે એમના સોંગ માં બધી જ નાની નાની વાતો વર્ણવી છે, જે સાંભળતા જ હાસ્ય છૂટી જાય પણ જલસા કરતા કરતા કઈ રીતે આપણી આ કુટેવો દુર કરી શકીએ એ જ આપણે સમજવાનું છે.

પણ કૃષ્ણકાંત ઉનડકટે યંગસ્ટર્સ ને પ્રોત્સાહન આપ્યું છે. ન્યુઝ માં મેં વાંચ્યું આમનો એક આર્ટીકલ હતો 15 મી ઓગસ્ટ ના દિવસે, જેમાં દુનિયા માં સૌથી વધારે યુથ ધરાવનાર દેશ ભારત માં યંગસ્ટર્સ પોતાના કામ અને ધ્યેય માટે વેલ ફોકસ્ડ છે. વાત પણ સાચી જ છે. 2014 માં ભારત નું રાજકારણ બદલવામાં સૌથી મોટું યોગદાન યુથ નું છે, અને આઈટી ક્ષેત્ર ને એકલા હાથે ધમ-ધમાવનાર આ યંગસ્ટર્સ જ છે. પણ પ્રત્યેક દિવસે ભક્તિ અને દેશભક્તિ હોવી જરૂરી છે. નઈ કે ફક્ત ઈન્ડીપેન્ડેસ અને જન્માષ્ટમી નાં દિવસે જ.


લબૂક :- 
"ચલ થઈએ ફના દેશ માટે હું અને તું,
જેમ થાય ફના ચાલુ બાઈક પર જીવ-જંતુ"

Thursday, August 14, 2014

ફ્રેન્ડશીપ ડે અને હું.

ફ્રેન્ડશીપ ડે તો સારો રહ્યો (સારો એટલે ટકા ટક). આમ તો ઉજવ્યો હોય એમ કેહવાય કેમ કે ત્રણ મિત્રો ફરીથી ફરવા ગયા હતા. નરોડા માં મીની કાંકરિયા છે ત્યાં. હા તો એમાં શું?? નાં જવાય?? મહત્વ ની બાબત એ હતી કે મિત્રો સાથે હતા. પછી ભલે ને જગ્યા ગમે તે હોય.

દિવસ ની શરૂઆત જેમ થવાની હતી એમ જ થઇ (વોટ્સએપ થી)  આજે કૈક વધારે પડતા મેસેજ હતા. ત્યાર બાદ રવિવાર હતો એટલે વિચાર્યું કે થોડો આરામ કરી લઉં. પણ તમને લાગે છે કે આપણા મિત્રો આરામ કરવા દે.?? વિચાર્યું હતું એનાથી ઉલટું થયું, જેવો આમ આરામ કરવા જતો જ હતો ત્યાં તો યાર!! એક મસ્ત અને નજીક નો મિત્ર ગૌરાંગ અને એનો મિત્ર (એટલે મારો દુર નો મિત્ર) બંને ચાર કિલોમીટર દુર થી સ્પેસીઅલ કેસ માં અમને (હું અને વીરેન્દ્ર) ને મળવા આવ્યા, સારી ફીલિંગ આવી હતી

હવે ઘરે આવે એટલે શું થાય? આપણી પોલ ખુલે કાં તો પછી આપની પર્સનલ વાતો સામે આવે ( મમ્મી-પપ્પા સામે ) જો કે બચી ગયો, વાતો કરવા અમે નક્કી કર્યું કે ક્યાંક બહાર જઈએ, ઘર છોડી દઈએ ( 3 - 4 કલાક માટે ), તો નીકળ્યા ત્યાંથી અમે ગૌરાંગ ના ઘરે, એ અમારે ત્યાં આવ્યો અમે કેમ રેહવા દઈએ એનું ઘર, તો બદલો લઇ જ લીધો, આ એ જ વહેલાલ છે જ્યાં અમે 10 સુધી ગ્રેજ્યુએટ થયા  ;) ;) 

હવે આટલે સુધી આવ્યા જ છીએ તો વિચાર્યું કે બીજા લઠ્ઠાઓ ને મળી ને જ જઈએ, હવે વારો આવ્યો સુનીલ નો એના ત્યાં ગયા તો એ પણ કોઈને હેરાન કરવા નીકળેલો ( એ પણ ઘર છોડતો હતો ) એને થોડું ઘણું મળ્યા પછી બીજી મિત્ર ના ઘરે ગયા, ધ્રુવીષા ને જેવો ફોન કર્યો એવો જ મસ્ત આવકાર મળ્યો, એના ઘરે બેસીને મસ્ત આઈસ-ક્રીમ ખાઈને નીકળ્યા રામ ભરોસે.

ત્યારબાદ ત્રિપુટી નીકળી નરોડા જવા કાંકરિયા (મીની) ની ટીકીટ લઈને પ્રવેશ કર્યો સાંજ નું વાતાવરણ હતું, ફીલિંગ્સ તો વધતી જ જતી હતી. વાતો તો પેટ ભરી ને કરી બીજા ભાઈ બંધ અને બહેનપણીઓ ને મળ્યા સારું લાગ્યું, એના એક બે ફોટોસ મુકું છું જોઈ લો,

આજે ગણવા બેસ્યો કે સાલું  મારે કેટલા મિત્રો છે? (મુર્ખામી). પછી યાદ આવ્યું કે ફેસબુક માં 450 અને બીજા ઘણા બધા, પણ અમુક એવા મિત્રો કે જેમને યાદ કરી ને ફેસ પર મસ્ત સ્માઈલ આવી જાય,  જેમ કે કોલેજ ના મિત્રો અજય, હર્ષિલ, ગુંજન, વિક્રમ, હેમિક્ષ, અભિષેક.

 મારા બ્લોગ ની પ્રથમ પોસ્ટ ના બધા જ મિત્રો, જેમણે મારી લાઈફ સુંદર બનાવી એવા મિત્રો, કરીઅર ને સાથે સાથે મિત્રો વધતા ગયા. patel vaibhaviMori Usha  Dhananjay, Priyesh, Narendra, Akshay, Jarpita, Pinkal, Hina, Namrata,  Suresh ABHISHEK JUNGI


શ્રીની, ધર્મેશભાઈ, રાહુલભાઈ, સંગ્રામભાઇ, ચિરાગ, રીતેશ, અરુણભાઈ, આ મિત્રો  સાથે ફ્રેશર થી કરિઅર ની શરૂઆત કરી.

હાલ જે જગ્યાએ સુખ (દુ:ખ) ભોગવી રહ્યો છું ત્યાના મિત્રો Jignesh, Yogesh, Ninad, ABHISHEK, Kaushalbhai, Kishan, Niravbhai, Shesan, Aakash, Hitendra, Ashishbhai સાથે થોડો ઘણો પ્રોફેસનલ બન્યો એવું લાગે છે. આ ભેરુઓ સાથે દરરોજ ની મસ્તી જોબ ને હળવી કરી નાખે છે.

અભિષેક :- એક માત્ર એવો મિત્ર કે જેની સાથે કોલેજ ના ત્રણ વર્ષ, ટ્રેઈનીંગ અને જોબ પણ સાથે જ કરી હોય હાલ પણ સાથે જ છીએ. (ટેગ લાઈન : ઉઈઈ )

યોગેશ :- ( ટેગ લાઈન : અલ્યા હહાહાહા  !!!!! અચ્છા હા. )

જીગ્નેશ : (ટેગ લાઈન : એવું તો ના હોય. હમ્મ્મ્મ )

ધનંજય :  ( ટેગ લાઈન : તારી માસી ને ઢોકળા ભાવે )

ગૌરાંગ : ( ટેગ લાઈન : હું મારી વાત કઉં તને??, આપણને આમ જ ફાવે , આમ ના ફાવે.)

વીરેન્દ્ર : ( ટેગ લાઈન : યાદ જ નથી  સોરી )

મારા બધા જ મિત્રો ના મારા બ્લોગ પોસ્ટ માં કરેલા આવા ઉલ્લેખ બદલ કોઈને કઈ પણ વાંધો હોય તો.......
.
.
.
.
મારે શું હું તો આવું જ લખીશ.



મિત્ર વિનાની દુનિયા તો વિચારી પણ નથી સકાતી. આ વાંચશે તો મને પણ એમ જ  કેહ્સે.
"મારી લીધી હોંશિયારી?"

આ સાંભળવા માં પણ અલગ મજા છે. ગલતી સે મિસ્ટેક હુઈ હો તો માફ કર દેના. ઓકે?? અહી કમેન્ટ્સ નું ઓપ્સન તમારા માટે જ છે.

અભી અભી મિલી ખબર કે અનુસાર મેરે દોસ્ત મેરે બીના હી કુછ ખીચડી પકા રહે હે, તો હું જાઉં એમની ખીચડી વગારવા માટે ત્યાં સુધી આવજો, મળીએ આવતા બ્લોગ-પોસ્ટ માં, આ જ બ્લોગ પર.

 લબૂક :-

" વો બોલા, તેરે સાથ મુસ્કાન મેરી જાતી નહિ,
 મેં બોલા, ઔર તેરે બીના કિક મુજે  મિલતી નહિ "

Friday, May 16, 2014

તકિયા-કલામ જિંદાબાદ ... ચૂંટણી તારા ઝાઝા ખેલ - 2

દેશ માં અત્યાર સુધી પહેલી વખત એવું બન્યું છે કે ભારત ના યુવાનો ( છોકરા અને છોકરીઓ બન્ને ) 14 ફેબ્રુઆરી કરતા 16 મે ની રાહ જોતા હતા. ફાઇનલી ગુજરાત નો નાથ ભારત નો નાથ બની ગયો. ( સોરી બની ગયા ). હું  આ પોસ્ટ કરવા પણ 16 મે ની જ રાહ જોતો હતો. ચૂંટણી  તારા ઝાઝા ખેલ પોસ્ટ કરી ત્યારે જ વિચાર્યું હતું કે હવે નેક્સ્ટ પોસ્ટ રીઝલ્ટ પછી જ મુકાશે.

એટલી આતુરતા થી રાહ જોતો પૂરો દેશ કે જેમ પોતાની મનગમતી વાનગી 16 મે ના દિવસે જ મોઢામાં જવાની હોય. હવે ગુજરાતી છીએ તો ધન્યવાદ તો પાઠવવા જ રહ્યા. "માનનીય નરેન્દ્ર ભાઈ મોદી ને ભારત ના વડાપ્રધાન બનવા બદલ સર્વે ગુજરાતીઓ તરફ થી ખુબ ખુબ અભિનંદન". સાથે સાથે ગુજરાત ના બનનાર ભાવી મુખ્યમંત્રી ને પણ અભિનંદન.

સોસીઅલ મીડિયા માં અને જાહેરાત માં તકિયાકલામ એ જોર પકડ્યું હતું. બધા ની બધી જ વાતો ને મારી-મચોડી ને એક નવો જ વળાંક મળે. હવે મોદી સાહેબ ના સપોર્ટર્સ એ જાહેરાત કરી હશે કે જો મોદી સાહેબ ઇલેક્સન જીતે તો ચા મફત. હવે દેશ ની જનતા ની માંગણી અને તકિયાકલામ જુઓ.
 "જો વિજય માલ્યા ની સરકાર આવે, કીન્ગ્ફીશર ની બોટલસ ફ્રી ??????" તો દારૂડિયાવ નો તકિયાકલામ કૈક આવો હોય.

"અગલી બાર માલ્યા સરકાર"
"જીતેગા ભાઈ જીતેગા વિજય માલ્યા જીતેગા"

હવે એમના ઉમેદવાર યુવરાજસિંહ અને વિરાટ કોહલી હોઈ શકે. આમ આદમી પાર્ટી  ના હારવાનું મુખ્ય કારણ એમનો તકિયા કલામ નહતો. મુખ્ય તકિયાકલામ મને ધ્યાન માં છે તે લખું છું.

1. અબકી બાર, મોદી સરકાર.
2.  હર હાથ શક્તિ, હર હાથ તરક્કી.
3. અચ્છે દિન આને વાલે હે.
4. જનતા માફ નહિ કરેગી.

હવે આ તકિયાકલામ ની લોકો એ જે વાટ લગાડી છે. મનોરંજક છે. અબકી બાર , પર થી તો આખી લાયબ્રેરી ભરાય એટલા નવા સ્લોગન ચઢી ગયા. હર હાથ શક્તિ પર થી એક રમૂજ એવી પણ બની કે " હર હાથ રેવડી , હર હાથ લોલીપોપ". મોદી સાહેબ એ અયોધ્યા માં રામ મંદિર ની કૈક વાત કરી હતી. તો આપના ભીક્સુક ભાઈઓ પણ કઈક આવું બોલે. " અગલે 15 સાલ , સિર્ફ મોદી સરકાર " કેમ કે એ ત્યાં આગળ ભીખ પણ સારી રીતે માંગી શકે. પણ આ ચુંટણી  માં જાણવા જેવું એ હતું કે જેટલું મતદાન ભારત માં થયું એટલું તો ચીન અને અમેરિકા ને બાદ કરતા બીજા કોઈ દેશ માં પોપ્યુલેસન પણ નથી. ( ધન્ય છે ભારત ની જનતા ને ). હવે યાદ રાખવાનું એટલું જ કે આપણે આપણો વિકાસ કરવાનો છે. ભારત ના વિકાસ માં પોતાનો વિકાસ પણ જોવાનો છે. આપણા સપના આપણે પુરા કરવાના છે. હજુ તો મારી ઉંમર જ ક્યાં છે કામ કરવાની આવું કહેવા વાળા યંગસ્ટર્સ ને જનતા માફ નહિ કરે. તો સમજો અને ઘરની જવાબદારી ઉપાડો.

લબૂક :-

"યાર , આ ચુંટણી માં જલસો તો હોવો જોઈએ કેમ નથી???
જવા દે , એના માટે પણ ટાઇમ હોવો જોઈએ.. જે નથી."
.

Thursday, April 10, 2014

ચુંટણી તારા ઝાઝા ખેલ..

ભારતભર માં એક જ નારો ચાલી રહ્યો છે. ચુંટણી હોટ ટોપિક બની ગઈ છે. પુરા દેશ માં જ્યાં જુઓ ત્યાં પ્રચાર ચાલી રહ્યો છે. લોકો જોર-શોર થી પોતાની પાર્ટી ને જીતાડવા માટે તૈયારી કરી રહ્યા છે. ક્યાંક મીટીંગ તો ક્યાંક જાહેરસભા, તો વળી ક્યાંક ભાષણ, જે એક્ટર અને એક્ટ્રેસ મીડિયા માં ઈન્ટરવ્યું બહુ જ સાદી રીતે આપતા હોય એવા મોટા મોટા ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ પણ હવે ભાષણ આપતા થઇ ગયા. (બોલીવૂડ માં કઈ કામ નઈ મળતું હોય). અવનવા ભાષણ કે જે સાંભળી રહેવાનું મન થાય. (ફક્ત સાંભળવાનું જ).

આ એટલે કહું છું કે કાલે નરોડા માં પરેશ રાવલ આવ્યા હતા. (કન્ફયુઝ :- હતો કે હતા), થોડું ઘણું સાંભળ્યું અને એવું લાગ્યું કે બોસ રાજકારણ માં જ ગડી જાવ, (પછી જોબ યાદ આવી તો માંડી  વાડ્યું), સાલા નાના છોકરાવ ને પણ હવે તો ઇન્ટરેસ્ટ પડે છે, મારા ફળિયા માં એક છોકરો આવી ને મને બે આંગળી બતાવી ને કહે "આ બંને માંથી એક આંગળી પકડો" મેં એમ કર્યું તો જોર જોર થી બોલવા લાગ્યો કે "રાહુલભાઈ , અબકી બાર મોદી સરકાર"

ચર્ચા પણ અજીબ-અજીબ થાય છે, થોડાક અંશ

"આ મોદી ને થોડો વારાણસી માં માર પડશે" (વોટ ના માર ની વાત છે.)
"કેજરીવાલ નઈ  આવે જોઈ લેજો , લખી આપું !!"
"કિરણ ખેર ને કોઈ કહો આપો કે 'લાડલે દી મમ્મી બિગડ ગઈ' "
"હવે પરેશ રાવલ કહેશે કે "વોટ દે-દે રે બાબા"

ક્રિકેટર્સ પણ મેદાન માં છે, ક્યાંક કાંટે કી ટક્કર તો ક્યાંક ટક્કર કે કાંટે, આ સિવાય પણ બીજું ઘણું હતું પણ હવે વધારે નથી કેહવું કેમ કે , આમાં મારી પોસ્ટ ખતમ જ નઈ થાય.

ચુંટણીની આડઅસર:-

જ્યાં જુઓ ત્યાં આડઅસર જ જોવા મળે છે. કોઈને પણ પૂછો  મસ્ત એવી આળસ લઈને કહશે " આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ". એક ઉદાહરણ મારું આપું, હું જ ચુંટણી ની ભાગ-દોડ માં બસ માંથી પડી ગયો કેવી રીતે એ લાસ્ટ માં લખ્યું જ છે. સભા અને ભાષણ માં જ ગણી તકલીફ પડે છે. હવે એમના પ્રચાર માટે ત્રણ ચાર રસ્તા બંધ હોય તો યાર તકલીફ તો આપણ ને જ પડે ને. હવે ભલે મસ્ત મજાના સમાચાર દેશ વિદેશના ઇન્ટેરેસ્ટીંગ હોય પણ ફ્રન્ટ પેજ માં તો રાજનીતિ સિવાય બીજું કઈ હોય જ નઈ, જ્યાં જુઓ ત્યાં બેનરો અને પોસ્ટરો આને લગતા જ જોવા મળે, આવું ચાલે યાર??, તકલીફ થાય છે, આપણ ને જ એમના વિષે ખરાબ વિચારવા પર મજબૂર કરે છે આ લોકો. આના સિવાય પણ ગણી તકલીફ સહન કરવી પડે છે, આપણાં જેવા બીજા લોકો પણ હેરાન પરેશાન થઇ જાય એનું કઈ જ નાં જુએ આ લોકો, ખેર છોડો આનાથી લાભ પણ છે, કયા એ વાંચો.

 ચુંટણીના લાભાલાભ :-

 હવે કૈક તો લાભ હશે એટલે જ તો ચુંટણી સ્ટાર્ટ કરી હશે, શું હશે એ તો વોટ આપ્યા પછી ખબર પડે, કેટલાય ને તો વોટ પહેલા જ ખબર પડી જાય કે શું લાભ થાય, પણ હવે સીરીયસલી યાર આના ફાયદા આપણા જીવન પર અસર કરે જ છે, આપણા સંતાનો (તમારા) માટે પણ લાભદાયક છે, વોટ કરવો એ સારી બાબત છે, બધી રીતે, પણ ખબર નઈ કેમ લોકો એના થી ભાગતા હશે?? મતદાન એ આપણી ફરજ છે, જેના પર દેશ નું ભવિષ્ય છે, તેમાં આપને ભાગીદાર થવું જોઈએ, હવે લોકો ના કેટલા કારણ હોય મતદાન ના કરવાના??

1. મને શું ફાયદો છે??
2. હું મારો ટાઇમ કેમ બગાડું??
3. જો હું વોટ કરીશ તે હારી જશે તો મને ખોટું લાગશે??
4. મને કઈ જ ફરક નથી પડતો.
5. ...
6. ...
7. ...
8. ...

શરમ છોડો, બહાના છોડો, અને મતદાન કરો.

પોસ્ટ લખ્યા પછી અપલોડ કરેલો છે



ચુંટણી થી મને થોડું નુકશાન થયું છે. જણાવી દઉં છું. હું કાલે સાંજે જોબ પર થી ઘરે જતો હતો ઉતાવળ માં હતો. કેમ કે મને ખબર હતી કે નરોડા પરેશ રાવલ સભા સંબોધે છે. તો બે રસ્તા બંધ હશે. (હતા જ). તેથી હું

લબૂક :-
"ખીચોખીચ ભરેલી બસ માં પાછળ ના દરવાજે લટકી પડ્યો..
 લટકવામાં ને લટકવામાં એવો પડ્યો કે રોડ પર જઈને અટકી પડ્યો..

વાગ્યું મને માથે, કેડમાં અને વળી ઢીંચણિયે..
ડ્રેસ્સિંગ પણ કરાવ્યું ખરું કર્યું આ ચૂંટણીએ.. "


Thursday, April 3, 2014

ગુડી પડવા - 2014

મહારાષ્ટ્ર નો તહેવાર ગુડી પડવા. તમને એમ કે આ ભાઈ કૈક ગુડી પડવા ના તહેવાર વિષે કહેશે, પણ એ દિવસે મને ખુબ જ તાવ આવેલો. અને મને આ તહેવાર વિશે કઈ ખાસ માહિતી નથી, પણ મારા ઘરે મારા પપ્પા એ ગુડી બનાવી હતી એના બે ત્રણ ફોટોસ મુકું છું. તમને કંઈ વધારે માહિતી હોય તો ટીપ્પણી માં જણાવી શકો છો. થોડું-ગણું ઈન્ટરનેટ પર થી વાંચ્યું હતું.


Sunday, March 30, 2014

ગરમી તું જ રડાવતી ઘરમાં !!


"સુરત તું જ રડતી સુરત" પર થી શીર્ષક છે. ડુપ્લીકેટ છે. પણ સાલું  ટાઈટલ માં જ ગરમી લાગે છે. હું અને મારા ભેરુ ગૌરાંગ પટેલ અને વીરુ સાથે થોડી ગરમી વિષે વાત થઇ એ લખું છું. અમે બેઠા બેઠા વાતો કરતા હતા એમાં ગરમી થી ત્રાસી ને મારા મોએ એમ જ નીકડી ગયું કે

" યાર , આ બઉ હેરાન કરે છે"
 તો બન્ને મંડાઈ પડ્યા બોલવા કે " કોણ છે ?? બોલાવ એને જુડી નાખીએ , એવો મારીએ કે કદી કોઈને હેરાન નાં કરે " (ખાલી બોલવા વાળા જ , કઈ કરે નઈ)
મેં કહ્યું "અરે હું તો ગરમી ની વાત કરું છું"
તો પરસેવો લુછતા કહે "એ તો અમને પણ હેરાન કરે છે?"
મેં પૂછ્યું કે "તમે ગરમી વિષે શું વિચારો છો?"
તો વીરુ કહે "ગરમી એક એવી ચીજ છે જે મને બપોરે બઉ જ લાગે છે"

ગૌરાંગ તો નિબંધ લખવા નો હોય એમ બોલવા માંડ્યો " ગરમી માં લોકો ફરવા જાય ને , રાત્રે બરફ ની લારી ઉપર કે પછી હોટેલ માં આઈસ્ક્રીમ ખાવા જાય , સ્વીમ્મીંગ પુલ માં પડે ને વોટરપાર્ક માં જાય , ફલાણું, ઢીંકણું, વગેરે વગેરે"

ગૌરાંગ એક ફોટોગ્રાફર છે તેથી તેણે લગ્ન ની જ  વાત કરી " ઉનાળા માં લગ્ન પ્રસંગ એટલે વરરાજા તો કાગડોળે રાહ જોવે (કેમ કે શહીદ થવાનું હોય ને એનો પણ આનંદ હોય) બિચારા જાનૈયાઓ ને ગરમી ભોગવવી પડે. અમારે ગામ માં તો જો લગ્ન પ્રસંગે લાઈટ ગુમ તો અડધા ઉપર જાન ગુમ. પછી ભોજન પણ વધે અને વળતી વખતે લક્સરી માં જગ્યા પણ વધે."

મેં કહ્યું "યાર તને ગરમી નો અહેસાસ છે કે નઈ?"
તો મને કે " હા છે ને ઘણો બધો અહેસાસ એક કિલો જેટલો, બપોરે તો પાંચ દસ કિલો અહેસાસ થઇ જાય એવી ગરમી છે. "
મેં કહ્યું " રહેવા દો  બન્ને , ગપ્પા ના મારસો હજી એટલી ગરમી પણ નથી જેટલી તમે કહો છો "
વીરુ કે " તને ક્યાંથી ખબર હોય તું તો આખો દિવસ એસી માં જ હોય છે "
હું " હા , એ પણ છે "
ગૌરાંગ " તમને નથી લાગતું આપણે પણ ગરમી નો આનંદ ઉઠાવવો જોઈએ "
વીરુ " ગરમી નો આનંદ ના ઉઠાવાય એનું તો બેસણું થાય "
ગૌરાંગ " તું સમજ્યો નઈ , હું એમ કઉ છું કે આપને પણ ક્યાંક ફરવા જઈએ"
હું " સહમત "
વીરુ " સહમત "
ગૌરાંગ "  તો , પાક્કું "
આ રવિવારે નાની અમથી મજા કરીએ

આ નક્કી થયા પછી છુટા પડ્યા. હવે જોઈએ કે આ મીસન ક્યાં સુધી સકસેસ થાય છે? આ સિવાય ઘણી વાતો થઇ. પણ એ નથી લખતો.

ગરમી માં સૌથી વધારે ફાયદો હોય તો બરફવાળાઓને, બરફ ના ગોળા ની લારી વાળા ને, આઈસ્ક્રીમ ની દુકાન વાળાને, જીમ માં પણ ભીડ વધી જાય. ઉનાળા ની રાહ જોવામાં પણ વિદ્યાર્થીઓ નો જ નંબર આવે કેમ કે વેકેસન આવે ને એટલે એમને પણ મામા-માસી ના ઘર યાદ આવે.

શિક્ષકો ખુશ નઈ થાય કેમ કે દસમાં અને બારમાં નાં વિદ્યાર્થીઓ ના માથા(પેપર) ચેક કરવામાં વ્યસ્ત હશે ને. ગરમી એને ગમે જેના ખિસ્સા ભારે અને ભપકા પણ ભારે હોય.

ઉનાળા નો અહી ક્રેજ નથી પણ પશ્ચિમી દેશો માં તો કાગડોળે રાહ જોવાતી હોય. ક્યારે સમર આવે ને ક્યારે બીચ પર જઈએ?

લબૂક:-   

 "યહા ભી હોગા વહા ભી હોગા 
ક્યાં

ક્યાં 

ક્યાં 
કેરી કા ઢગલા, ઢગલા, ઢગલા" 

 

Wednesday, March 19, 2014

હોળી - 2014

હોળી આવી ને ગઈ. સાલું આવું બધા તહેવારો માં થાય છે. સ્પેશીઅલી આપણો મનગમતો તહેવાર હોય અને જો કંઈક યાદગાર નાં બને અને મજા આવે એવું નાં થાય ત્યાં સુધી મન ને સંતોષ નથી થતો.

દર વખતે કોઈ તહેવાર હોય તો એ તહેવાર ની આગળ "હેપ્પી" લગાડી ને એક જ શબ્દ નો વરસાદ શરુ થઇ જાય. ફેસબુક કે વોટ્સએપ માં એક જ શબ્દ અલગ અલગ રીતે કહેવામાં આવે..
એ પછી લાસ્ટ માં પોતાના રંગ વાળા ફોટોસ મૂકી ને સેલીબ્રિટી બની જાય.

"હેપ્પી હોલી", 

 મારી વાત કરું તો મેં આ વખતે ધૂળેટી નથી મનાવી. હા પણ ઘણા લોકો ને બઉ જ મજા આવી હશે તો બીજા ઘણા તો રાહ જોતા હશે કે ક્યારે હોળી આવે. હા મજા ની વાત છે ત્યાં સુધી ઠીક પણ એની પાછળ નો ભાવાર્થ ખબર નઈ હોવો એ આપણા માટે ગૌરવ ની વાત નથી.

મેં પહેલા પણ વાત કરી હતી. મહાશિવરાત્રી - 2014 વાળી પોસ્ટ માં. હોળી ના પર્વ માં પૌરાણિક કથા જોડાયેલી છે. જેને જાણવી અનિવાર્ય છે. સાલું પણ અહી તમને જ લાગે કે આ પોસ્ટ લખે છે કે નિબંધ લખવા બેઠો છે.

પણ આ વખતે દેશ-વિદેશ થી મહેમાનો આપણા દેશ માં આવ્યા હતા. દર વર્ષે આવે જ છે. ભારત નો દરેક તહેવાર ખુબ જ મસ્ત હોવાથી વિદેશીઓ અહી થી ક્યાય જાય જ નઈ અને આપણને "ઘર કી મુર્ગી દાલ બરાબર" છે.

ભારત ની સંસ્કૃતિ આજની પેઢી ને ગળે ઉતારવી કઠણ છે. હાલ ગામ માં હોળી પ્રગટાવાતી હતી. મારા ભાઈબંધ ને એની મમ્મી એ કહ્યું કે "દીકરા ચાલ હોળી ના દર્શન કરવા. એ બોલ્યો કે "નથી આવવું, એમાં શું દર્શન કરવાના!!" આ એક ગ્રંથી જે યંગસ્ટર માં ભક્તિ ને અલગ દિશા માં દોરી જાય છે.

પોતે તો તીનપત્તી રમવા માં મસગુલ હતો.
એવું નથી કે રંગો નો ઉત્સવ ફક્ત ભારત માં જ ઉજવાય છે. આવા જ તહેવાર ઓસ્ટ્રિયા, બેર્લીન, યુરોપ શહેરો માં, જર્મની જેવા બીજા ઘણા દેશો માં આ જ તહેવાર ઉજવવામાં આવે છે. પોતાની અલગ અલગ વિશેષતાઓ સાથે. ભારત તહેવારો નો દેશ છે, ઋષીઓ નો દેશ છે, સંસ્કૃતિ નો દેશ છે, શ્રદ્ધા નો દેશ છે. જે આપણે કદી નાં ભૂલવું જોઈએ.

જતા જતા એક વાત કહી દઉં કે આપણે પશ્ચિમ નાં દેશો ની કોપી કરીએ છીએ.. જેમ કે,
ફોરેન ના ફોન, કપડા, ફેશન, ફિલ્મ, સ્ટાઈલ,  આ બધું જ આપણને ત્યાનું સારું લાગે પણ ત્યાની સ્વચ્છતા ની નકલ કેમ નથી કરતા. તેઓ દરરોજ ચર્ચ માં જઈને બાઈબલ વાંચે છે. જે આપણને ધ્યાન માં જ નથી.
અહી ના કેટલા યંગસ્ટર "શ્રીમદભગવદગીતા" વાંચે છે. રોજ નઈ પણ જીવન માં એક પણ વખત વાંચી છે??


લબૂક:- 
                          "હવે પૂછું કે તમારા ગાલ, બાલ, તેમજ હાલ કેવા હતા ?
                       આ હોળી વખતે પણ ચર્ચા માં તો રાહુલ અને મોદી જ હતા"