થોડું મારા વિષે

મથાળા માં અને ડોમેઈન માં તો કહ્યું જ છે વાંચી લો.. પણ તોય આગળ જાણો ત્યારે....

હું હજુ અત્યારે જ  અઢાર નો થયો છું એટલે હવે લાગે છે કે સ્વતંત્ર થઈ ગયો. કોઈ રોકટોક કરવાવાળું નથી ... સમજ્યા એટલે કે લગન નથી થયા પણ શોધ ખોળ ચાલુ છે...

હું દહેગામ તાલુકા ના કડાદરા ગામનો રહેવાશી છું.
મારા પરિવાર માં ચાર સભ્ય છે મમ્મી-પપ્પા હું ને એક ભાઈ...
ભાઈ નું નામ મન છે. પ્રેમ થી અમે એને ભમો (ભમ્ભો- જાડો હતો ને એટલે) કહીએ છીએ.
 નાનો જ છે હજી પાંચમાં ધોરણ માં છે...
પપ્પા પ્રાથમિક શાળા માં શિક્ષક છે...

મેં મારું દસમું ધોરણ દસ્ક્રોઈ તાલુકા ના વહેલાલ ગામ ની સી.જી.અમીન વિદ્યામંદિર માં 75.85 % લઈને પૂરું કર્યું.....
પછી બધા કરે એમ હું પણ ખાડામાં જ પડ્યો.. યાર Engineering માં.... હા તો સરકાંરી પોલીટેકનીક ગાંધીનગર માં ડીપ્લોમા કોમ્પ્યુટર એન્જીનીઅરીંગ પતાવી લીધું છે...(કોઈને કે'તા નૈ કે એ.ટી.કે.ટી હજુ પણ છે)..
અને અત્યારે અમદાવાદમા SEO માં નોકરી ચાલે છે. હજુ જુનીઅર જ છું.....નવી જ છે ને... એટલે...
સંપર્ક કરવો હોય તો લ્યો આ બે લીંક માં જાવ ત્યારે ..
1.Facebook
2.Twitter 
3.Facebook Page.

બીજી લીંક પછી આપીશ હો ને.......
જી+ માં તો આગળ જ કઈ દીધું છે.



4 comments: