Sunday, March 30, 2014

ગરમી તું જ રડાવતી ઘરમાં !!


"સુરત તું જ રડતી સુરત" પર થી શીર્ષક છે. ડુપ્લીકેટ છે. પણ સાલું  ટાઈટલ માં જ ગરમી લાગે છે. હું અને મારા ભેરુ ગૌરાંગ પટેલ અને વીરુ સાથે થોડી ગરમી વિષે વાત થઇ એ લખું છું. અમે બેઠા બેઠા વાતો કરતા હતા એમાં ગરમી થી ત્રાસી ને મારા મોએ એમ જ નીકડી ગયું કે

" યાર , આ બઉ હેરાન કરે છે"
 તો બન્ને મંડાઈ પડ્યા બોલવા કે " કોણ છે ?? બોલાવ એને જુડી નાખીએ , એવો મારીએ કે કદી કોઈને હેરાન નાં કરે " (ખાલી બોલવા વાળા જ , કઈ કરે નઈ)
મેં કહ્યું "અરે હું તો ગરમી ની વાત કરું છું"
તો પરસેવો લુછતા કહે "એ તો અમને પણ હેરાન કરે છે?"
મેં પૂછ્યું કે "તમે ગરમી વિષે શું વિચારો છો?"
તો વીરુ કહે "ગરમી એક એવી ચીજ છે જે મને બપોરે બઉ જ લાગે છે"

ગૌરાંગ તો નિબંધ લખવા નો હોય એમ બોલવા માંડ્યો " ગરમી માં લોકો ફરવા જાય ને , રાત્રે બરફ ની લારી ઉપર કે પછી હોટેલ માં આઈસ્ક્રીમ ખાવા જાય , સ્વીમ્મીંગ પુલ માં પડે ને વોટરપાર્ક માં જાય , ફલાણું, ઢીંકણું, વગેરે વગેરે"

ગૌરાંગ એક ફોટોગ્રાફર છે તેથી તેણે લગ્ન ની જ  વાત કરી " ઉનાળા માં લગ્ન પ્રસંગ એટલે વરરાજા તો કાગડોળે રાહ જોવે (કેમ કે શહીદ થવાનું હોય ને એનો પણ આનંદ હોય) બિચારા જાનૈયાઓ ને ગરમી ભોગવવી પડે. અમારે ગામ માં તો જો લગ્ન પ્રસંગે લાઈટ ગુમ તો અડધા ઉપર જાન ગુમ. પછી ભોજન પણ વધે અને વળતી વખતે લક્સરી માં જગ્યા પણ વધે."

મેં કહ્યું "યાર તને ગરમી નો અહેસાસ છે કે નઈ?"
તો મને કે " હા છે ને ઘણો બધો અહેસાસ એક કિલો જેટલો, બપોરે તો પાંચ દસ કિલો અહેસાસ થઇ જાય એવી ગરમી છે. "
મેં કહ્યું " રહેવા દો  બન્ને , ગપ્પા ના મારસો હજી એટલી ગરમી પણ નથી જેટલી તમે કહો છો "
વીરુ કે " તને ક્યાંથી ખબર હોય તું તો આખો દિવસ એસી માં જ હોય છે "
હું " હા , એ પણ છે "
ગૌરાંગ " તમને નથી લાગતું આપણે પણ ગરમી નો આનંદ ઉઠાવવો જોઈએ "
વીરુ " ગરમી નો આનંદ ના ઉઠાવાય એનું તો બેસણું થાય "
ગૌરાંગ " તું સમજ્યો નઈ , હું એમ કઉ છું કે આપને પણ ક્યાંક ફરવા જઈએ"
હું " સહમત "
વીરુ " સહમત "
ગૌરાંગ "  તો , પાક્કું "
આ રવિવારે નાની અમથી મજા કરીએ

આ નક્કી થયા પછી છુટા પડ્યા. હવે જોઈએ કે આ મીસન ક્યાં સુધી સકસેસ થાય છે? આ સિવાય ઘણી વાતો થઇ. પણ એ નથી લખતો.

ગરમી માં સૌથી વધારે ફાયદો હોય તો બરફવાળાઓને, બરફ ના ગોળા ની લારી વાળા ને, આઈસ્ક્રીમ ની દુકાન વાળાને, જીમ માં પણ ભીડ વધી જાય. ઉનાળા ની રાહ જોવામાં પણ વિદ્યાર્થીઓ નો જ નંબર આવે કેમ કે વેકેસન આવે ને એટલે એમને પણ મામા-માસી ના ઘર યાદ આવે.

શિક્ષકો ખુશ નઈ થાય કેમ કે દસમાં અને બારમાં નાં વિદ્યાર્થીઓ ના માથા(પેપર) ચેક કરવામાં વ્યસ્ત હશે ને. ગરમી એને ગમે જેના ખિસ્સા ભારે અને ભપકા પણ ભારે હોય.

ઉનાળા નો અહી ક્રેજ નથી પણ પશ્ચિમી દેશો માં તો કાગડોળે રાહ જોવાતી હોય. ક્યારે સમર આવે ને ક્યારે બીચ પર જઈએ?

લબૂક:-   

 "યહા ભી હોગા વહા ભી હોગા 
ક્યાં

ક્યાં 

ક્યાં 
કેરી કા ઢગલા, ઢગલા, ઢગલા" 

 

No comments:

Post a Comment