Tuesday, February 25, 2014

હમ કિસી સે કમ નહિ...


કોઈ મને પૂછે કે તારી ઉંમર કેટલી છે. તો હું કહું:- i am 19 year old.
પણ જો આ દાદા ને કોઈ પૂછે તો એમણે એવું કહેવું જોઈએ કે :- i am 86 year young.


દાદા 86 વર્ષ ના યુવાન છે. હા એમને યુવાન જ કહેવાય કે જે આમના જેવું જીવન જીવતા હોય.

નામ:- ભલાભાઈ મગનભાઈ પ્રજાપતિ.
જન્મ તારીખ :2/3/1928

તેઓ 7 ધોરણ સુધી ભણી ને ગ્રેજ્યુએટ છે.

ભલાભાઈ ની ઉંમર 86 વર્ષ હોવા છતાં પોતાનો ખર્ચો પોતે ઉઠાવે છે. એ પોતે નોકરી કરે છે. તમને એમ કે એમનો કોઈ દીકરો નૈ હોય. પણ એમને ત્રણ દીકરા છે. બે દીકરા નોકરી કરે છે. સારી એવી જગ્યાએ સારું એવું વળતર મેળવે છે. અને એક દીકરા નો અભ્યાસ હજુ ચાલે છે.
હવે એમ થશે કે કોઈ એમને પોતાની સાથે રાખતું નઈ હોય પણ એવું પણ નથી એ પોતાના સૌથી મોટા દીકરા સાથે રહે છે. ખાસ વાત એ લાગી કે આટલી ઉંમરે પણ એ નોકરી કરે છે.

અને એમની ધગસ જોઇને કોઈ યુવાન માણસ ને પણ શરમ આવે. દરરોજ અમારી સાથે બસ માં આવે. ભલાભાઈએ આખું ભારત ભ્રમણ કરેલું છે. નરોડા-દહેગામ રસ્તા પર પરઢોલ નામ ના ગામ માં રહે છે. પોતાનો ઈંટવાળો પણ ચલાવે છે. ઈંટ ઉત્પાદક માં એમનો પોતાનો ઈંટવાળો આજુ બાજુ ના ગામ માં ઘણો પ્રખ્યાત છે. ઇન્ડિયા નું કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં ભલાભાઈ નઈ ગયેલા હોય... તેઓ એ સાબરમતી આશ્રમ માં રેંટીયો ફેરવેલો છે આઝાદી સમયે. અમે કહ્યું કે તમે આટલી ઉંમરે કઈ રીતે કામ કરી શકો.. તો કહે બીજા કોઈ પાસે કઈ માગવું નહી એ જ આપણો ધર્મ છે. આને અયાચક વ્રત કહેવાય જેમાં કોઈ પાસે હાથ લાંબા નહિ કરવા પોતાના હક નું પણ માગવું નહિ.

તે પોતે વાત કરતા કહે હું દિલ્લી, મુંબઈ, પંજાબ, ઉત્તરાખંડ, માં બે-બે મહિના રોકાયેલો છું. આ ઉત્તરાખંડ ની હોનારત વખતે તેઓ ત્યાં સેવા કરવા માટે ગયેલા. તેઓ એટલા વિનમ્ર સ્વભાવ ના છે કે કોઈની પણ વાત ને ખુબ જ હળવાસ થી લઇ શકે. આવા વિચારો એ ગાંધીજી ની દેન સમજે છે. તેઓ સંસ્કૃતિ ની વાત કરતા થાકતા નથી. અને તેઓ આ નવી પેઢી વિષે પણ કહે છે કે સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ આજના યુવાનો જ કરી શકશે.
તેમનો પૌત્ર જોબ કરે છે. મેં આવો પ્રથમ પરિવાર જોયો જ્યાં દાદા, પુત્ર અને પૌત્ર ત્રણે જોબ કરતા હોય. એમના અનુભવો વિષે જાણી ને ઘણી ખુશી મળી. એ અમારી સાથે ગમ્મત કરે. રમુજી સ્વભાવ તો ખરો જ. તેથી જ તો અમારી દોસ્તી થઇ. 86 વર્ષ ની ઉંમર માં પણ એમનું શરીર અને સ્વાસ્થ્ય જોઇને લાગે છે કે હજુ 10 વર્ષ સુધી આપણી વચ્ચે જ રહે.

ટૂંક માં તેઓ પૈસે-ટકે સુખી હોવા ઉપરાંત સામાજિક, માનશીક, શારીરિક સુખ ઉપર વર્ચસ્વ ધરાવે છે.
કદાચ એમના જીવન નું વર્ણન કરતા મારા શબ્દો ઓછા પડી ગયા.. 
                                
ધન્ય છે ભલાકાકા ને.

લબૂક:-
                                              હું :- "દાદા, બોલો કે  બુઢ્ઢા હોગા તેરા બાપ"
                                             ભલાભાઈ:- "ના એવું ના બોલાય"


No comments:

Post a Comment